(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં જોવા મળ્યો નારી શક્તિનો જલવો
અમદાવાદ: બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં સૌથી રસપ્રદ બાબતે રહી કે કુલ ૩૮ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. જે પૈકી કુલ ૧૦ વિદ્યાર્થી અને ૨૬ વિદ્યાર્થિનીઓ શમાવેશ થાય છે.
અમદાવાદ: બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં સૌથી રસપ્રદ બાબતે રહી કે કુલ ૩૮ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. જે પૈકી કુલ ૧૦ વિદ્યાર્થી અને ૨૬ વિદ્યાર્થિનીઓ શમાવેશ થાય છે. તો બીજી તરફ સિલ્વર મેડલમાં પણ 11 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અને 27 વિદ્યાર્થિનીઓને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યમાં ડિસ્ટન્સ શિક્ષણક્ષેત્રે કામ કરી રહી છે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલ, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા હાજર રહ્યાં.
યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારંભમાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ, ડિપ્લોમા અભ્યાસક્રમ, સ્નાતક અભ્યાસક્રમ, અનુસ્નાતક અભ્યાસક્રમ અને વિદ્યાવાચસ્પતિની કુલ 19094 પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 36 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, 38 વિદ્યાર્થીઓને રજતચંદ્રક અને 39 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પદવીદાન સમારોહની સાથે સાથે યુનિવર્સિટીના નવા અભ્યાસકેન્દ્રો અને નવા અભ્યાસક્રમોનું ઉદ્દઘાટન કર્યું હતું. પદવીદાન સમારોહમાં હાજર રહેલ મુખ્ય મહેમાનોએ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ડિસ્ટન્સ લર્નિંગ ક્ષેત્રમાં કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી. રાજ્યપાલ શિક્ષણ મંત્રી દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામના પણ પાઠવી હતી.