(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોર્ટ આપી મોટી રાહત, જાણો સમગ્ર મામલો
હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તોડફોડ અને રાયોટીંગનાના ગુના સબબ થયેલી ફરિયાદ પરત ખેંચવા રાજ્ય સરકારે કરેલી રિવિઝન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.
અમદાવાદ: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તોડફોડ અને રાયોટીંગનાના ગુના સબબ થયેલી ફરિયાદ પરત ખેંચવા રાજ્ય સરકારે કરેલી રિવિઝન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. જેમાં હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને રાહત મળી છે. નોંધનિય છે કે પાટીદાર આંદોલન સમયે રાજ્યમાં ઘણી જગ્યાએ તોડફોડની ઘટના બની હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. તો બીજી તરફ હાર્દિક પટેલની ચૂંટણી લડવાનો માર્ગ પહેલા જ મોકળો થઈ ચૂક્યો છે.
નરેશ પટેલ 15 મેએ રાજકારણમાં એન્ટ્રીની કરશે જાહેરાત, જાણો કયા પક્ષમાં જોડાશે
રાજકોટ: ખોડલધામ ચેરમેન નરેશ પટેલે હાલમાં દિલ્હીમાં ધામા નાખ્યા છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓ સાથે આજે સાંજે બેઠક કરશે. અત્યાર સુધીમાં નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠક કરી ચુક્યા છે. તો બીજી તરફ નરેશ પટેલને રાજકારણમાં જવું કે નહીં તે બાબતે મોટા ભાગનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. આગામી 15 મે આસપાસ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે જાહેરાત કરશે. તો બીજી તરફ હાલમાં ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો પણ દિલ્હી પહોચ્યા છે. નરેશ પટેલ સાથે દિલ્હીમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો પણ પહોંચ્યા છે. નરેશ પટેલ સાથે ધારાસભ્ય પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યા છે. નરેશ પટેલ અને કોંગ્રેસના 4 MLA એ કે. સી વેણુગોપાલ સાથે બેઠક કરી. બેઠકમાં રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ હતા. તેથી હવે કહી શકાય કે નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં.
મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધી દાહોદથી રણશીંગુ ફૂંકશે
Mission 2022: ગુજરાત કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આવતીકાલે રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી વિસ્તારથી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આદિવાસીઓના અધિકાર અંગે કોંગ્રેસ વાત કરશે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં કોંગ્રેસ આદિવાસી સત્યાગ્રહ કરશે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી આગેવાનો અને અન્ય સિનિયર નેતાઓ સાથે કરશે જ્યારે બીજી બેઠક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરશે.
Gujarat: ભાજપનો ભરતી મેળોઃ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં થયા સામેલ, જાણો વિગત
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાવાનું શરૂ જ છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાયા છે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો હતો. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.