શોધખોળ કરો

Video: હવે બરાબરનો ભરાશે તથ્ય પટેલ, સિંધુ ભવન રોડ પર કાફેમાં ઘુસાડી હતી થાર, જુનો વીડિયો વાયરલ

અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઈને રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તથ્ય પટેલનો નવો વીડિયો સામે આવ્યો છે. નબીરા તથ્ય પટેલે બેફામ રીતે કાર હંકારી કેફેમાં ઘુસાડી દીધી હતી.

અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઈને રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તથ્ય પટેલનો નવો વીડિયો સામે આવ્યો છે. નબીરા તથ્ય પટેલે બેફામ રીતે કાર હંકારી કેફેમાં ઘુસાડી દીધી હતી. સિંધુભવન રોડ પરના મૌવે કેફે પર તથ્યએ કાર ઘુસાડી દીધી હતી તેનો વીડિયો સામે આવ્યો છે. જો કે, કેફે માલિક સાથે સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી નહોતી. આ ઘટના 3 -7 -2023 ના રોજ બની હતી, જેના સીસીટીવી હવે સામે આવ્યા છે. હવે આ સીસીટીવી આવ્યા બાદ તથ્ય પટેલ સામે બીજી ફરિયાદ  નોંધાઈ શકે છે. M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે.

તમને જણાવી દઈએ કે, ઈસ્કોન બ્રિજ ખાતે થયેલા અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. તથ્ય પટેલના રિમાન્ડમાં વધુ ખુલાસા  સામે આવ્યા છે. તથ્યના મિત્રો અને તથ્યને સાથે રાખીને કોને મળ્યા અને ક્યાં ગયા હતા તે તપાસ કરવામાં આવી રહી છે. ક્યાં ગયા કેટલી વાર રોકાયા અને ક્યાં રોડ પર ગયા હતા તેની તપાસ કરવામાં આવી છે. સમગ્ર રોડના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. તથ્ય અને તેના સાથીદારના બ્લડ રિપોર્ટમાં ડ્રગ્સનો રિપોર્ટ  નેગેટિવ આવ્યો છે.

એફ એસ એલ દ્વારા લાઈટનો રિપોર્ટ મંગાવવા આવ્યો છે. RTO દ્વારા જેગુઆર ગાડીનો બ્રેક રિપોર્ટ ચેક કરવામાં આવ્યો છે. સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.  લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોના નિવેદન નોંધવા માટે ટિમ મોકલવામાં આવ્યા છે. તથ્ય અને તેના મિત્રોને સાથે રાખીને નિવેદન નોંધવામાં આવ્યા છે. અકસ્માતના રૂટ પરના સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ  હાલમાં નેનો પોલીસ સ્ટેશનમાં વીડિયો વાયરલ મામલે ફરિયાદ નોંધવામાં આવી રહ્યું છે. લાઇસન્સ મામલે પોલીસે રીપોર્ટ તૈયાર કરી લીધો છે. લાઇસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. થાર ગાડીનો એક્સિડન્ટનો મામલો ફરીયાદ ડ્રાફ્ટ થઈ રહી છે અને ફરિયાદી દ્વારા ફરિયાદની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

ઈસ્કોન બ્રિજકાંડના આરોપી તથ્યનો યુ-ટર્ન

અમદાવાદમાં બે દિવસ પહેલા ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો હતો જેમાં પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલની ધરપકડ કરીને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. તથ્ય પોલીસ તપાસમાં સહયોગ નથી આપી રહ્યો. પોલીસ સામે આરોપી તથ્ય સત્ય છુપાવી રહ્યો છે. પહેલા 120ની સ્પીડ કબૂલનાર તથ્ય વારંવાર નિવેદન ફેરવી રહ્યો છે. હવે કહે છે હું તો 100ની નીચે જ ચલાવતો હતો.

આ દરમિયાન તથ્યના મિત્રોનો પણ વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં છોકરીઓ વેપ મારતી નજરે પડે છે. તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં હતા.  જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. અકસ્માતના દિવસે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં. જ્યાંથી પરત ફરતાં આ અકસ્માત સર્જાયો હતો. તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ પરંતુ માન્યો નહોતો.

Video: હવે બરાબરનો ભરાશે તથ્ય પટેલ, સિંધુ ભવન રોડ પર કાફેમાં ઘુસાડી હતી થાર, જુનો વીડિયો વાયરલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI New Governor: RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશેVASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસોLiquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશBuilders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
તમારું મૃત્યુ ક્યારે થશે? આ AI આધારિત ઘડિયાળ બધું જ કહી દેશે, જાણો કેમ થઈ રહ્યો છે વિવાદ
તમારું મૃત્યુ ક્યારે થશે? આ AI આધારિત ઘડિયાળ બધું જ કહી દેશે, જાણો કેમ થઈ રહ્યો છે વિવાદ
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
Year Ender 2024: વર્ષ 2024માં ભારતના આ 2 મંદિરો સૌથી વધુ ચર્ચામાં રહ્યા
Year Ender 2024: વર્ષ 2024માં ભારતના આ 2 મંદિરો સૌથી વધુ ચર્ચામાં રહ્યા
Embed widget