Amit Shah Gujarat Visit: 20 મે ના રોજ અમિત શાહ આવશે અમદાવાદ, જાણો શું છે કાર્યક્રમ
Amit Shah Gujarat Visit: શાહ નારણપુરા બેઠક ઉપર 1.5 કરોડના ખર્ચે જીમનેશિયમ અને 1.5 કરોડના ખર્ચે લાયબ્રેરી, ચાંદલોડિયામાં 17 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
Amit Shah Ahmedabad Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 મે ના રોજ અમદાવાદ આવશે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા અંતર્ગત આવતા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા વિસ્તારની યોજનાઓના ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. શાહ AMC ના અંદાજીત 500 કરોડથી વધુના કાર્ય ખુલ્લા મુકશે. શાહ નારણપુરા બેઠક ઉપર 1.5 કરોડના ખર્ચે જીમનેશિયમ અને 1.5 કરોડના ખર્ચે લાયબ્રેરી, ચંદલોડિયામાં 17 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ સિવાય 300 કરોડના ખર્ચે 2500 આવાસના ડ્રો કરશે.
મણિપુરમાં હિંસા બાદ મુખ્યમંત્રીએ દિલ્લીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત
હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ તેમના ચાર કેબિનેટ પ્રધાનો અને રાજ્ય ભાજપ અધ્યક્ષ શારદા દેવી સાથે રવિવારે (14 મે) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. રાજ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા સપમ રંજન સિંહે આ જાણકારી આપી છે.
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા મણિપુરમાં મોટા પાયે હિંસા થઈ હતી જેમાં 60થી વધુ લોકોના મોત થયા હતા. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. સપમ રંજન સિંહે કહ્યું, "મુખ્યમંત્રી, તેમના ચાર કેબિનેટ મંત્રીઓ અને બીજેપીના રાજ્ય એકમના વડા કેન્દ્રીય ગૃહ મંત્રીને મળ્યા હતા."
મુખ્યમંત્રી તેમની દિલ્હી મુલાકાત અંગે...
સપમ રંજન સિંહે મીટિંગમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ જાહેર કર્યા ન હતા પરંતુ કહ્યું હતું કે મુખ્યમંત્રી સોમવારે સવારે ઇમ્ફાલમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરશે અને પત્રકારોને તેમની દિલ્હી મુલાકાત વિશે માહિતી આપશે. પ્રવક્તાએ કહ્યું કે, મુખ્યમંત્રી આજે રાત્રે મણિપુર પરત ફરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોને બેઠક માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.
મિઝોરમના લોકસભાના સભ્ય સી લાલરોસાંગાએ આદિવાસીઓ માટે અલગ વહીવટની મણિપુરના આદિવાસી ધારાસભ્યોની માંગને ટેકો આપ્યો છે. દાવો કરીને કે આદિવાસી લોકો હવે મણિપુર સરકાર હેઠળ જીવી શકશે નહીં, 10 કુકી ધારાસભ્યોએ શુક્રવારે હિંસક અથડામણોને પગલે કેન્દ્રને એક અલગ વહીવટ સ્થાપવા વિનંતી કરી. આમાંથી સાત ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP)ના છે.