શોધખોળ કરો
Advertisement
અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, જાણો ક્યા વિસ્તારમાં પડ્યા ઝાપટા
શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાયંસ સિટી, બોપલ, ઘુમા, શીલજ, ભાડેજમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યારે પ્રહલાદનગરમાં વરસાદી છાંટા પડ્યા હતા.
અમદાવાદઃ આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાયંસ સિટી, બોપલ, ઘુમા, શીલજ, ભાડેજમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યારે પ્રહલાદનગરમાં વરસાદી છાંટા પડ્યા હતા.
ધૂળની ડમરીઓ ઉડવાના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી. આજે બપોર બાદ અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. જાફરાબાદના નાગેશ્રી મીઠાપુરમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા હતા.
સાવરકુંડલા, ખાંભાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતુા. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. તો બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પણ મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement