શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી અમદાવાદમાં 13 કિલોમીટર લાંબો રોડ શો કરશે? જાણો
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવવાના છે ત્યારે ગુજરાતની પણ મુલાકાત લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલો મીટરનો રોડ શો યોજાશે.
ગાંધીનગર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવવાના છે ત્યારે ગુજરાતની પણ મુલાકાત લેવાના છે. જ્યાં સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન કરવામાં આવશે. જેને લઈને તમાડાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ નેતાઓ પણ હાજર રહેશે. હાલ મોટેરા સ્ટેડિયમની નજીક પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલો મીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પરત એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મેગીબા સર્કલથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે. આ રોડ 2.13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
સુભાષબ્રિજથી મોટેરા સ્ટેડિયમ તરફનો રસ્તો પબ્લિકની અવરજવર વાળો છે. સ્ટેડિયમમાં એક લાખની મેદની એકઠી થશે. તમામ વાહનો સ્ટેડિયમની આસપાસના ત્રણ કિમીના એરિયામાં તૈયાર કરાયેલા પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરાવવામાં આવશે અને ત્યાંથી ચાલતા સ્ટેડિયમ લઈ જવામાં આવશે.
અમદાવાદની વિવિધ હોટેલોમાં રોકાયેલા વિદેશી લોકોની પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મોટેરા, સાબરમતી અને ચાંદખેડામાં ભાડેથી રહેતા હોય અને પોલીસને જાણ ન કરી હોય તેવા લોકોને નોટિસ આપવામાં આવી છે. રોડ બનાવવા ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય કામગીરી કરનારા લોકોની તપાસ માટે પોલીસની 5 ટીમો તૈાત કરી દેવામાં આવી છે.
ટ્રમ્પની મુલાકાતને લઈને મંગળવારે સિવિલ હોસ્પિટલમાં મિટિંગ મળી હતી. જેમાં હાર્ટ, કિડની, ફિઝિશિયન, ઓર્થોપેડિક, ન્યૂરોસર્જરી, રેડિયોલોજિસ્ટ, ન્યૂરોફિઝિશિયન, ઈએનટી સહિતના 21 વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હાજર રહ્યા હતા અને તમામને આગામી 24-25 ફેબ્રુઆરીએ સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરાઈ છે અને તમામ રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion