શોધખોળ કરો

Uttarayan 2024: પતંગરસિકોને પડી જશે મોજ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Uttarayan 2024: એક એકથી ચડીયાતા રંગબેરંગી પતંગોથી છવાઈ જતા ગગનમાં પતંગોની રંગોળી રચાશે.

Uttarayan 2024: આબાલવૃદ્ધ સૌ કોઈના મનપસંદ મકરસંક્રાંતિના તહેવારની આજે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મકરસંક્રાંતિના પર્વે આખો દિવસ પતંગપ્રેમીઓ અગાશી, ધાબા કે છાપરા પર જ વિતાવશે. એક એકથી ચડીયાતા રંગબેરંગી પતંગોથી છવાઈ જતા ગગનમાં પતંગોની રંગોળી રચાશે.

આજે દિવસભર સારો પવન રહેવાની હવામાન વિભાગની આગાહીથી પતંગરસિકોને મોજ પડી જશે. દિવસભર 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. સારા પવનને લીધે પતંગરસિકો વચ્ચે આકાશમાં પતંગ યુદ્ધ જામશે. અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તરાયણના પર્વ નિમીત્તે ડીજેના સંગાથે સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામી રહ્યા છે. ઘણી જગ્યાએ વહેલી  સવારથી જ ધાબા, અગાશીઓ પર કાયપો છે, ચલ લપેટના નાદથી માહોલ ગુંજી ઉઠ્યા છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ મકરસંક્રાતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાડો થઇ શકે છે. 

અમિત શાહ અહીં મનાવશે ઉત્તરાયણ

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ રવિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરશે. તેઓ વાવોલ વિસ્તારમાં વૈદેહી-3 સોસાયટી ખાતે ભાજપના સ્થાનિક નેતાઓ સાથે પતંગ ઉડાવશે. સ્થાનિક રહિશો અને ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાશે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ પોતાના મત વિસ્તાર પ્રત્યે ખાસ સક્રિય છે અને અવારનવાર તેઓ મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે સાથે વિકાસ કામો મામલે અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા પણ કરતા હોય છે. વાયબ્રન્ટ સમિટના સમાપન પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ ઉત્તરાયણ પર્વ સુધી અમદાવાદ રોકાવાના છે. તે દરમિયાન તેઓ ગાંધીનગરમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવશે. રવિવારે સવારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ તેઓ અમદાવાદ વેજલપુર ખાતે ઉત્તરાયણ મહોત્સવમાં હાજરી આપશે. બપોરે 4 કલાકે તેઓ વાવોલ વૈદેહી-3 સોસાયટી ખાતે સ્થાનિક નેતાઓ અને રહિશો સાથે ઉત્તરાયણ મનાવવા આવી પહોંચશે. તેઓ એક કલાક સુધી વાવોલ રોકાશે તે પછી અમદાવાદ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગત વર્ષે કલોલ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ વખતે તેઓ વાવોલમાં ઉત્તરાયણ મનાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget