શોધખોળ કરો
અમદાવાદ મનપાએ ચાની કીટલી ચાલુ રાખવાને લઈ શું બહાર પાડી નવી ગાઈડલાઈન? જાણો
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ મનપાએ ચાની કીટલી ચાલુ રાખવાને લઈ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ગાઈડલાઇન મુજબ ચા-કોફી પીતી વખતે ગ્રાહકો ટોળે ન વળે અને અંદરો અંદર વાતો ન કરે તેનું પાલન કરવું પડશે.
![અમદાવાદ મનપાએ ચાની કીટલી ચાલુ રાખવાને લઈ શું બહાર પાડી નવી ગાઈડલાઈન? જાણો What is the new guideline issued by Ahmedabad Municipal Corporation for maintaining tea kettle? અમદાવાદ મનપાએ ચાની કીટલી ચાલુ રાખવાને લઈ શું બહાર પાડી નવી ગાઈડલાઈન? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/19183232/tea.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ મનપાએ ચાની કીટલી ચાલુ રાખવાને લઈ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ગાઈડલાઇન મુજબ ચા-કોફી પીતી વખતે ગ્રાહકો ટોળે ન વળે અને અંદરો અંદર વાતો ન કરે તેનું પાલન કરવું પડશે. આ સાથે જ શક્ય હોય તો કિટલી કે લારી પર માસ્ક વેન્ડિંગ મશીન પણ મુકવું. કિટલી પર આવતા ગ્રાહકો માસ્ક પહેરે તેની ખાતરી કિટલી માલિકે કરવાની રહેશે અને બે ગ્રાહક વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવું ફરજિયાત છે.
ચાની કિટલીના માલિકે ડિસ્પોઝેબલ કપનો જ ઉપયોગ કરવાનો રહેશે અને ચા કે કોફી બનાવ્યા બાદ વાસણ, ગરણી, ટ્રે દરેક વખતે ડિટર્જન્ટથી સાફ કરવાના રહેશે. કિટલી પર રોકડ પેમેન્ટ કરતી વખતે એક બીજાને સ્પર્શ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવાની રહેશે. શક્ય હોય ત્યાં સુધી ડિજીટલ પેમેન્ટનું સૂચન કરવામાં આવ્યું છે. ગ્રાહકોને બેસવા માટેના ટેબલ પણ સતત સેનેટાઈઝ કરવાના રહેશે.
- બે ગ્રાહક વચ્ચે 6 ફુટનું અંતર તે માટે સર્કલ, માર્કિંગ બનાવવા
- ગ્રાહકે માસ્ક પહેરવું ફરજિયાત, શક્ય હોય તો કિટલી કે લારી પર માસ્ક વેન્ડિંગ મશીન મૂકવાની વ્યવસ્થા કરવી
- ચા- કોફી પીતા ગ્રાહક ટોળે ન વળે, તેમજ બે ગ્રાહકો ચા પીતા સમયે વાતચીત ન કરે તેનું પાલન કિટલી માલિકે કરાવવું પડશે
- ચા-કોફી માટે બાયોગ્રેડેબલ ડીસ્પોઝલ કપનો જ ઉપયોગ કરવો
- ચા-કોફીના વાસણો, ગરણી દરેક ઉપયોગ બાદ ડીટર્જન્ટથી ધોવા
- રોડક વ્યવહાર એકબીજાને સ્પર્શ ન થાય તે રીતે કરવા માટેની વ્યવસ્થા ગોઠવવી, શક્ય હોય તો ડીજીટલ પેમેન્ટનો આગ્રહ રાખવો
- ટી સ્ટોલ પર કામ કરતાં કર્મચારીનો દર સપ્તાહે રેપિડ ટેસ્ટ જરૂરી
- પાન-મસાલા અને ગુટખા તેમજ થુંકવા પર પ્રતિબંધ રાખવો
- રેસ્ટોરન્ટ જેવી વ્યવસ્થામાં ડીસ્પોઝેબલ મેનું, નેપકીન રાખવા
- ગ્રાહકોને બેસવા માટેના ટેબલો સેનેટાઇઝ કરવા, ચા આપનાર વ્યક્તિએ માસ્ક તેમજ ગ્લોવ્ઝ પહેરેલા હોવા ફરજિયાત
- ગ્રાહકોએ ઉપયોગમાં લીધેલા માસ્ક, ગ્લોવ્ઝ માટે ડસ્ટબીન રાખવા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)