શોધખોળ કરો
Advertisement
અમદાવાદના ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પે શું લખ્યું મેસેજ? જાણો
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખ્યું હતું કે, મારા મહાન મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આ શાનદાર મુલાકાત બદલ તમારો આભાર.
અમદાવાદઃ અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ગાઉડ બન્યા હતાં. ટ્રમ્પે આશ્રમમાં ગાંધીજીના જીવન મૂલ્યો વિશે જાણીને રેટિયો ચલાવ્યો હતો. આશ્રમની મુલાકાત બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આશ્રમની વિઝિટર બુકમાં પોતાના મિત્ર નરેન્દ્ર મોદી માટે ખાસ મેસેજ લખ્યો હતો.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખ્યું હતું કે, મારા મહાન મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આ શાનદાર મુલાકાત બદલ તમારો આભાર. આ બાદ તેમણે નીચે સહી કરી હતી. વિઝિટર બુકમાં અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે પણ સહી કરી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
આશ્રમમાંથી વિદાય લેતા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પને ભારત સરકાર તથા આશ્રમ તરફથી ભેટ આપવામાં આવી હતી. જેમાં ચરખો, આરસના પથ્થરમાંથી બનેલા ત્રણ વાંદરાઓની પ્રતિમા, ગાંધીજીનો ફોટો, પેન્સિલ ચિત્ર વગેરે જેવી વસ્તુઓ ગિફ્ટમાં આપવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement