શોધખોળ કરો
અમદાવાદના આ પોશ વિસ્તારમાં 4 ફાસ્ટ ફૂટ યુનિટોને કોર્પોરેશને કેમ માર્યું સિલ? જાણો
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર લેઈકની પાસે આવેલા આલ્ફાવન મોલની સામેની ગલીમાંના 21 જેટલા દબાણો દુર કર્યાં હતાં. જ્યારે સિંધુ ભવન રોડ પર ચાર ફાસ્ટફૂડ યુનિટો સીલ કરવામાં આવ્યા

અમદાવાદમાં કોરોનાનં સંક્રમણ ફરી એકવાર વધવા લાગ્યું છે છતાં પણ લોકો માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સના અભાવની વચ્ચે બિંદાસ્ત લટાર મારી રહ્યા છે. આ સ્થિતિમાં રવિવારે મોડી રાતે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર લેઈકની પાસે આવેલા આલ્ફાવન મોલની સામેની ગલીમાંના 21 જેટલા દબાણો દુર કર્યાં હતાં. જ્યારે સિંધુ ભવન રોડ પર ચાર ફાસ્ટફૂડ યુનિટો સીલ કરવામાં આવ્યા હતાં.
ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર સી.આર.ખરસાણની આગેવાનીમાં મ્યુનિ.ની સોલિડ વેસ્ટની ટીમ વસ્ત્રાપુર લેઈક આસપાસના વિસ્તારોમાં ધમધમતા લારી-ગલ્લા અને ફૂડ કોર્ટ પર ત્રાટકી હતી. જ્યાં આલ્ફાવન મોલની સામેની ગલીમાં ઉભા રહેતા 21થી વધુ લારી-ગલ્લાઓ જપ્ત કરી દબાણની ગાડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સિંધુભવન રોડ પર ધમધમતા દેવરાજ ફાર્મ, બિસ્મિલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર અને એસબીઆરને મ્યુનિ.દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનના ભંગ કરવા બદલ સીલ કરી દેવામાં આવ્યા હતાં અને દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
સમાચાર
બોલિવૂડ
Advertisement
