શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ યુવતીને બોસ સાથે હતા સેક્સ સંબંધ, લોન માટે અન્ય વ્યક્તિ સાથે સંબંધો બાંધવા પણ થઈ તૈયાર ને .....
અમદાવાદમાં એક યુવતીને પોતાના બોસ સાથેના સંબંધોની જાણ થઈ જતાં તેના પતિએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતાં પહેલાં યુવકે પત્ની અને તેના પ્રેમીની પોલ ખોલતો એક વીડિયો પણ વાયરલ કર્યો છે.
અમદાવાદઃ ગોમતીપુરમાં એક યુવતીને પોતાના બોસ સાથે સેક્સ સંબંધ હતા. આ સંબંધોની જાણ થઈ જતાં તેના પતિએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતાં પહેલાં યુવકે પત્ની અને તેના પ્રેમીની પોલ ખોલતો એક વીડિયો પણ વાયરલ કર્યો છે. ગોમતીપુર પોલીસે આ અંગે પરિવારના નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગોમતીપુર વિસ્તારમાં આવેલી કોટવાળી ચાલીમાં રહેતા નીતિન જાદવે આપઘાત કરતાં પહેલાં પોતાની પત્નિ અને તેના બોસ તેમજ સાસુ-સસરાનો ઉલ્લેખ કરીને બે વિડીયો બનાવ્યા હતા અને ન્યાયની માંગ કરી છે. નીતિને વીડિયોમાં પોતાની પત્નિને બોસ સાથે અનૈતિક સંબંધો હોવાનો ખુલાસો કર્યો છે.
આ વીડિયોમાં એવો પણ ઉલ્લેખ છે કે, બોસ પાસેથી લોન લેવાની હોવાથી બોસ અને અન્ય એક વ્યક્તિ પત્નીને સેક્સ માણવા માટે ગેસ્ટ હાઉસ લઈ જવા માંગતા હતા. નીતિને વીડિયોમાં પાંચ વ્યક્તિઓ સામે આક્ષેપ મૂકીને સજા કરવાની માગ કરી છે. ઉપરાંત દીકરાને ‘તેને આપતા નહીં’ એમ પણ કહ્યું છે.
મૃતક નીતીન ગારમેન્ટ ફેક્ટરીમાં સિલાઇ કામ કરતો હતો. તેના લગ્ન દસ વર્ષ પહેલાં અમરાઇવાડીમાં રહેતી પ્રિતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક પુત્ર વિરાટ થયો અને હાલ તે અભ્યાસ કરે છે. પત્ની પ્રિતી અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલ આર્યન ગાર્મેન્ટ નામની ફેક્ટરીમાં નોકરી માટે જતી હતી.
ત્રણ દિવસ પહેલાં ઝઘડો થતાં પ્રિતી પિયર જતી રહી હતી. આ દરમિયાન નીતિને શનિવારે સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મરતાં પહેલાં નીતિને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં પોતાના મોત માટે પત્ની, સાસુ-સસરા, પત્નીના નોકરી સ્થળના બોસ સુનિલ તથા અન્ય એક વ્યક્તિને જવાબદાર ગણ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion