શોધખોળ કરો
અમદાવાદઃ ડિવોર્સ લેવા આવેલા યુવકે મહિલા વકીલ સાથે જ બાંધ્યા શારીરિક સંબંધ, ઉતાર્યો અંગત પળોનો વીડિયો ને....
છૂટાછેડા માટે આવેલા પંકજ મકવાણાએ મહિલા વકિલને લગ્નની લાલચ આપી હતી. જેમાં મહિલા વકિલ ફસાઇ ગઈ હતી. તેમજ પંકજે મહિલાને લાલચ આપીને તેની સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા.
અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં મહિલા વકિલ સાથે બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. છૂટાછેડા કરાવવા આવેલા શખ્સે મહિલા વકીલને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહિલા વકીલે પંકજ મકવાણા નામના શખ્સ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
મળતી વિગતો પ્રમાણે છૂટાછેડા માટે આવેલા પંકજ મકવાણાએ મહિલા વકિલને લગ્નની લાલચ આપી હતી. જેમાં મહિલા વકિલ ફસાઇ ગઈ હતી. તેમજ પંકજે મહિલાને લાલચ આપીને તેની સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. પંકજ મહિલાને બીજી વખત મળવા ગયો ત્યારે કેફીન પદાર્થ પીવડાવીને બેભાન કરીને અશ્લીલ વિડિયો બનાવ્યો હતો.
આ પછી પંકજે પોત પ્રકાશ્યું હતું અને શારીરિક સંબંધ નહી રાખે તો વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી. છતાં પણ મહિલા વકીલે ના પાડતા યુવકે ઘરે આવીને બબાલ કરી હતી. વાડજ પોલીસે પંકજ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement