શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પ્રેગનન્ટ યુવતીના પેટમાં ટ્વિન્સ હતાં ને ડોક્ટરે ના પાડી હતી છતાં પતિએ બાંધ્યો શારીરિક સંબંધ ને.......
વર્ષ 2010માં તે ગર્ભવતી હતી ત્યારે ડોક્ટરે પેટમાં બે બાળકો હોવાનું જણાવી શરીર સંબંધ બાંધતી વખતે ખૂબ જ સાચવવાની સલાહ આપી હતી. તેમજ આરામ કરવા જણાવ્યું હતું. આમ છતા પતિએ શરીર સંબંધ બાંધવા મનમાની કરી હતી.
અમદાવાદ : શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં 35 વર્ષીય યુવતીએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પતિ ન્યાયતંત્ર ઉચ્ચ હોદ્દા પર છે. યુવતીએ પતિ પર આક્ષેપ કર્યા છે કે, 'પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. જ્યારે તેઓ હનીમૂન માટે ગયા ત્યારે તે માસિકમાં હોવા છતાં તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવતીને તેના પતિએ માર મારતાં ગર્દનમાં ઈજાઓ થઇ હોવાથી તેની ગર્દન મૂવમેન્ટ ન કરી શકતાં તેનો પતિ મુખ મૈથુન કરાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, 'વર્ષ 2010માં તે ગર્ભવતી હતી ત્યારે ડોક્ટરે પેટમાં બે બાળકો હોવાનું જણાવી શરીર સંબંધ બાંધતી વખતે ખૂબ જ સાચવવાની સલાહ આપી હતી. તેમજ આરામ કરવા જણાવ્યું હતું. આમ છતા પતિએ શરીર સંબંધ બાંધવા મનમાની કરી હતી. એટલું જ નહીં, પતિએ મોબાઇલ મારતા સાથળના ભાગે વાગ્યુ હતું. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિની મનમાની ચાલે તો દિવાલમાં મુક્કા અને ફેંટો મારતો. તેમજ ખુરશી-ટેબલ ઉપર હાથ-પગ પછાડતો હતો.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાતમાં મહિને યુવતીને તેના માતા-પિતા પહેલી ડિલિવરી કરાવવા તેડી ગયા હતાં. તેના સાસુ-સસરાએ બોપલમાં દવા ચાલતી હોવાથી ડિલિવરી ત્યાં જ કરાવવાનું કહેતા યુવતીની ડિલિવરી ત્યાં થઇ હતી. જેમાં એક દિકરી અને એક દીકરાને પરિણીતાએ જન્મ આપ્યો હતો. દરમિયાન પતિ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા માટેની પરીક્ષામાં પાસ થઇ ગયો હતો. તેમજ તેને નિયુક્ત થતાં તે જતો રહ્યો હતો.
આ પછી પરિણીતા તેના પિયર હતી અને તેનો પતિ ત્યાં આવે ત્યારે શારીર સુખની માંગણી કરતો હતો, પરંતુ ઓપરેશનના કારણે મહિલાએ ના પાડતાં ઝઘડો કરીને પતિ જતો રહેતો હતો. જ્યારે અઢી માસ પછી યુવતીને સાસરીમાં જવાની વાત થતાં તેની સાસુએ ફોનમાં કહ્યું કે, બે બાળકો સાચવી શકતી હોય તો જ અહીંયા આવજે. કેમ કે, અમે બધા નોકરીએ જતા રહીશું. આ બાબતે પણ તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion