AHMEDABAD: અમદાવાદમાં વર્ડકેમ્પનું આયોજન કરાયું, વર્ડપ્રેસ નિષ્ણાંતો જોડાયા
દેશ-વિદેશના વેબસાઇટ બનાવવાના મહત્વના પ્લેટફોર્મ એવા વર્ડપ્રેસનો ઉપયોગકર્તાઓ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતાં આઇટી પ્રોફેશનલ્સનો જમાવડો-કોમ્યુનીટી મીટ વર્ડકેમ્પ અમદાવાદ યોજાઇ હતી.
અમદાવાદ: દેશ-વિદેશના વેબસાઇટ બનાવવાના મહત્વના પ્લેટફોર્મ એવા વર્ડપ્રેસનો ઉપયોગકર્તાઓ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતાં આઇટી પ્રોફેશનલ્સનો જમાવડો-કોમ્યુનીટી મીટ વર્ડકેમ્પ અમદાવાદ યોજાઇ હતી. આ વર્ડ કેમ્પ ઇવેન્ટ સમગ્ર એશિયાની લાર્જેસ્ટ વર્ડકેમ્પ ઇવેન્ટ તરીકે ઉભરી છે. દેશ વિદેશના કુલ 55 થી વધુ સ્પોન્સર્સ હતા, દેશના વિવિધ શહેર,અમદાવાદ અને વિદેશના કુલ 28થી વધુ સ્પીકર્સ આવ્યા હતા. જેમણે પોતાના નોલેજનું શેરિંગ કર્યુ હતું, આજની વર્ડકેમ્પ ઇવેન્ટમાં કુલ 30થી વધુ સેશન દિવસ દરમિયાન ઇવેન્ટમાં યોજાયા હતા.જેમાં 1200થી વધુ આઇટી સાથે સંકળાયેલા કંપની માલિકો, ડેવલપર, વર્ડ પ્રેસ નિષ્ણાંતો જોડાયા હતા.
ડૉ બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં વર્ડકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ડકેમ્પમાં ભારત સહીત અન્ય દેશોના IT સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પથી IT સેક્ટરમાં કરિયર બનાવવા માંગતા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા જુદા જુદા ફિલ્ડ સાથે સંકળાયેલા 28 જેટલા સ્પીકરોએ પણ ભાગ લીધો હતો. આ સાથે ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતા યુવાનોને 30 હજારથી 4 લાખ સુધી જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવતા હોય છે.
આ કેમ્પમાં કુલ 150 ઇન્ટરનેશનલ ડેલિગેસ્ટ અને 1200 લોકોએ આપી હાજરી હતી. 3 દિવસ સુધી ચાલનારો કેમ્પ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે સાથે જ કેમ્પના અંતિમ દિવસે વિદેશથી આવેલા મહેમાનોને સવારે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદની સવારનો માહોલ બતાવવામાં આવશે.
આ સાથે જ અટલ બ્રિજ અને ફ્લાવર ગાર્ડન સહિતની મુલાકાત પણ આ તમામ વિદેશી મહેમાનો દ્વારા લેવામાં આવશે. આ સાથે જ કેમ્પથી વિદેશી મૂડીનું ભારતમાં રોકાણ કરવામાં આવે તેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
વર્ડપ્રેસ ક્ષેત્રે નવા નવા ડેવલપમેન્ટ અને અન્ય ઉપયોગી ટેકનોલોજી ફિચર અને વિવિધ સકસેસ સ્ટોરીની ચર્ચા આ કોમ્યુનીટી મીટમાં થઇ હતી. વેબસાઇટ વિકાસ માટેના ઓપન સોર્સ સીએમએસ, WordPressને સમર્પિત, 4થી વર્ડકેમ્પ અમદાવાદનું આયોજન બાબાસાહેબ આંબેડકર વિશ્વ વિદ્યાલય, એસ.જી. હાઇવે પર એક દિવસ માટે યોજાયું હતું.
આ વર્ડકેમ્પમાં ભારત સહીત અન્ય દેશોના IT સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પથી IT સેક્ટરમાં કરિયર બનાવવા માંગતા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા જુદી જુદી ફિલ્ડ સાથે સંકળાયેલા 28 સ્પીકર્સએ પણ ભાગ લીધો હતો.
આ આયોજનમાં 1200 જેટલા ઉપસ્થિતિઓ હતા, જેમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ, કાર્યરત પ્રોફેશનલ્સ અને નવી સ્ટાર્ટ-અપ્સ સામેલ હતા. આ ઈવેન્ટમાં 18 રાજ્યોના અને 5 દેશોના પ્રતિનિધિઓ જોડાયા હતા.
55 સ્પોન્સર્સમાં માઇક્રો સ્પોન્સર્સ પણ સામેલ હતા. આ ઈવેન્ટ WordPress ઈકોસિસ્ટમમાં કાર્યરત લોકો માટે એક વૈશ્વિક મંચ તરીકે કાર્ય કરે છે. 25 આયોજકો અને 45 સ્વયંસેવકોએ આ ઇવેન્ટને સફળ બનાવવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા. આ સમુદાય સૂચના પ્રૌદ્યોગિકીમાં લોકોના જીવનને બદલી રહ્યું છે અને ભારતીય આઈટી સેવાઓના નિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.