શોધખોળ કરો

Aeroplane Autopilot Mode: જો પ્લેન ઉડાડતી વખતે પાઈલટ ઊંઘી જાય તો, શું ઉડશે વિમાન ?

Aeroplane Autopilot Mode: આજકાલ એરક્રાફ્ટ (વિમાન) ઓટોપાયલટની ટેકનોલોજીથી સજ્જ છે. પાઇલોટ્સ આકાશમાં પહોંચ્યા પછી ઓટોપાયલોટ મોડ ચાલુ કરી દેતો હોઈ છે. આવો જાણીએ કે તે કેવી રીતે કામ કરે છે.

Airplane facts: વિમાનને પરિવહનનું સૌથી ઝડપી માધ્યમ ગણવામાં આવે છે. વિમાનમાં બેસતા મુસાફરોની જવાબદારી પાઇલટની છે. કલ્પના કરો કે વિમાન ઉડાડ્યા પછી પાઈલટ ઊંઘી જાય તો શું થશે? આવી જ એક ઘટના  ઈથિયોપિયન રાજધાની અદીસ અબાબામાં જોવા મળી. જ્યારે ઈથિયોપિયન એરલાઈન્સના વિમાનના પાઈલટ 37000 ફૂટની ઉંચાઈ પર ઊંઘી ગયા હતા. પાઇલોટ એટલી ઊંડી ઊંઘમાં હતા કે તેમણે એર ટ્રાફિક કંટ્રોલ તરફથી મળેલી ચેતવણીને અવગણી હતી. જેના કારણે પ્લેન લેન્ડિંગમાં 25 મિનિટ મોડી પડી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જ્યારે પ્લેનનો પાયલોટ ઊંઘી જાય છે, તો તે ઓટો પાઇલટ પર કેવી રીતે ઉડે છે?

ક્યારે કરશો ઓટોપાયલટ? 

આજકાલ વિમાનો ઓટોપાયલોટની ટેકનોલોજીથી સજ્જ છે. જો હવામાન ચોખ્ખું હોય અને કોઈ ખતરો ન હોય, તો ફ્લાઇટ ટેક-ઓફ પછી નક્કી કરેલી ઊંચાઈએ પહોંચ્યા પછી, પાઇલોટ ઓટોપાયલોટ સુવિધા ચાલુ કરે છે. આ પછી પાયલોટે માત્ર વિમાનની હિલચાલ પર નજર રાખવાની હોય છે, બાકીનું કામ ઓટોપાયલટ પોતે જ કરે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત થાકને કારણે, પાઇલોટ તેમની આંખો મીંચી દે છે અને જાણતા-અજાણતા ગાઢ નિંદ્રામાં સરી પડે છે.

એરપોર્ટ પાછળ રહી જાય તો?

જ્યારે ઓટોપાયલટ ચાલુ હોય, ત્યારે કોમ્પ્યુટર એરક્રાફ્ટને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોચવામાટે માર્ગદર્શન આપવા માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. જ્યારે પ્લેન નિર્ધારિત એરપોર્ટની નજીક પહોંચે ત્યારે ઓટોપાયલટને ડિસ્કનેક્ટ કરવું પડે છે. તે ડિસકનેક્ટ થતાં જ એરક્રાફ્ટનું સંપૂર્ણ નિયંત્રણ પાઇલટના હાથમાં આવી જાય છે. જો પાયલોટ ઊંઘી ગયા હોય અને નિયુક્ત એરપોર્ટ પર પહોંચ્યા પછી ઓટોપાયલટ બંધ ન થાય, તો કોકપિટમાં જોરથી હૂટર વાગે છે. જે પાઈલટને જણાવે છે કે તમે તમારું લક્ષ્ય પાર કરી લીધું છે. આવી સ્થિતિમાં, હૂટરનો અવાજ સાંભળીને, પાઇલોટ્સ તરત જ એલર્ટ થઈ જાય છે અને નજીકના એરપોર્ટ પર વિમાનને લેન્ડ કરવાનો પ્રયાસ કરે છે.

ઓટોપાયલટ બની શકે છે ખતરનાક :

ઓટોપાયલટની સફળતા પાઈલટના જ્ઞાન અને અનુભવ પર આધાર રાખે છે. જો તે ખોટી રીતે પ્રોગ્રામ કરવામાં આવે તો તે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ભૂતપૂર્વ યુએસ એરફોર્સ પાઇલટ અને ઉડ્ડયન નિષ્ણાત અર્લ વેઇનર સમજાવે છે કે ઓટોપાયલટ એક પ્રકારનો મૂંગો અને કમાન્ડિંગ સૈનિકો છે. તેણે કહ્યું કે જો તેને ખોટું ઇનપુટ આપવામાં આવે છે, તો તે તેને પણ સ્વીકારે છે. એટલે કે, તે તમને મૃત્યુના મુખમાં પણ લઈ જઈ શકે છે. જો તમે એરક્રાફ્ટ ઉડાવવાની કળામાં સંપૂર્ણ નિપુણ નથી, તો તમારે ઓટોપાયલટનો ઉપયોગ ન કરવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહWeather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર

લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ

Rahul Gandhi :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું

ચોમાસામાં જરૂર ખાવ આ પાંચ વસ્તુઓ, ઇમ્યૂનિટી થશે મજબૂત

Embed widget