શોધખોળ કરો

Heatwave Alert: રાજ્યમાં હિટવેવનું એલર્ટ, ગરમીના કારણે કોચિંગ ક્લાસ પણ થયા બંધ

રાજ્યમાં સતત સૂર્ય જાણે અગન વર્ષા કરી રહ્યો હોય તેવી સ્થિતિ છેલ્લા સપ્તાહથી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં કોચિંગ ક્લાસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

Heatwave Alert:ગુજરાતમાં હિટવેવની સ્થિતિ યથાવત છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં 45ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય વીસ જિલ્લમાં યલો એલર્ટ આપ્યું છે. કાળઝાળ ગરમીના પગલે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હીટવેવના પગલે ગુજરાતમાં તમામ કોચિંગ ક્લાસ પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેનની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આ સમયે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લેતા આગામી 5 દિવસ રાજ્યમાં કોચીંગ કલાસ  બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

જરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન (temperature)  40ને પાર નોંધાયું છે. અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં તાપમાનનો પારો 45ને પાર જતાં આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે (Meteorological Department) હજુ પણ હિટવેવની ( Heat wave) આગાહી કરી છે.

રાજ્યમાં  ભયંકર ગરમીથી હુજ કોઇ રાહત મળવાના સંકેત નથી મળી રહ્યાં . ગરમીને લઇને હવામાન વિભાગે (Meteorological Department )બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે તો  તો 20 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચે.  છ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ હોટેસ્ટ સિટી 

ગુરૂવારે અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું અહીં  46.6 ડિગ્રીના તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં છેલ્લા 127 વર્ષમાં 5મી વખત તાપમાન પારો ટોચ પર પહોંચ્યો છે. અમદાવાદના એયરપોર્ટ વિસ્તારમાં  સૌથી ઉંચું તાપમાન નોંધાયું છે.  એયરપોર્ટ વિસ્તારમાં 47.3 સેલ્સિયસ ગરમી નોંધાઇ છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરના અન્ય વિસ્તારમાં 46.6 ડિગ્રી ગરમી તાપમાન નોંધાયું છે.               

કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.  

મધ્ય ગુજરાતના પાંચ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામં આવ્યું છે. ખેડા,આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. . તો ભરૂચ અને નવસારીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરશસે. અમદાવાદ અને ગાંધીનગરમાં  ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે. ગરમીની સ્થિતિને જોતા  આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ  કરવામાં આવી છે.

હીટવેવને લીધે ગુજરાતનો 80 ટકા વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. હજુ એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં.. હજુ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો થઈ શકે તેવી આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget