Mathura News: શું કબ્રસ્તાનના નામે રજિસ્ટ્રર છે બાંકે બિહારી મંદિરની જમીન? જાણો શું છે સમગ્ર મામલો
UP News: વૃંદાવનમાં બાંકે બિહારી જી મહારાજ મંદિરના નામે નોંધાયેલી જમીનને કબ્રસ્તાનની જમીન તરીકે રજીસ્ટર કરવાના મામલામાં દાખલ અરજીની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે મામલતદારને હાજર રહેવા આદેશ કર્યાં છે
UP News:ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં મહેસૂલ વિભાગ દ્વારા બાંકે બિહારી જી મહારાજ મંદિરના નામે નોંધાયેલી જમીનને પહેલા કબ્રસ્તાન અને પછી જૂની વસ્તી તરીકે નોંધવાનો મામલો ભારે ગરમાયો છે. આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટે હવે મથુરાના મામલતદારને નિર્દેશ આપ્યા છે કેં 2004માં બાંકે બિહારી જી મહારાજ મંદિરના નામે નોંધાયેલી જમીન કબ્રસ્તાનના નામે કેવી રીતે રજીસ્ટર કરવામાં આવી. જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવે શ્રી બિહારી જી સેવા ટ્રસ્ટ વતી દાખલ કરેલી અરજી પર આ આદેશ આપ્યો હતો.
અરજદારની અરજીનો નિર્ણય લેવા માટે મહેસૂલ અધિકારીઓને નિર્દેશ આપવાની વિનંતી સાથે આ રિટ દાખલ કરવામાં આવી છે. અરજીમાં રેવન્યુ એન્ટ્રી સુધારવા માટે વિનંતી કરવામાં આવી છે. જેમાં બાંકે બિહારી જી મહારાજના બદલે કબ્રસ્તાનના નામે જમીન ગેરકાયદેસર રીતે નોંધવામાં આવી છે.
મામલતદારને હાજર રહેવા આદેશ
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સ્થાયી વકીલ એ હકીકત તરફ કોર્ટનું ધ્યાન દોરવા માગતા હતા કે કબ્રસ્તાનના નામની નોંધણી માટેની અરજી પણ પેન્ડિંગ છે કારણ કે એન્ટ્રીઓ હવે કબ્રસ્તાનમાંથી જૂની વસ્તીમાં બદલાઈ ગઈ છે. કોર્ટે, ગયા ગુરુવારે તેના આદેશમાં જણાવ્યું હતું કે, "તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, પ્લોટ નંબર પર ઉપલબ્ધ એન્ટ્રીઓને બદલવા માટે મામલતદાર પ્રત્યઙ રૂબરૂ હાજર રહવાના આદેશ અપાયા છે.
2004માં કબ્રસ્તાન માટે જમીન આપવામાં આવી હતી
અરજદારના જણાવ્યા મુજબ, પ્લોટ નંબર 1081 મૂળરૂપે બાંકે બિહારી જી મહારાજ મંદિરના નામે નોંધાયેલ હતો, જે 1375-1377F ના અધિકારોના રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે. બાદમાં વર્ષ 2004માં તેનું નામ બદલીને કબ્રસ્તાન રાખવામાં આવ્યું હતું. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી માટે 17 ઓગસ્ટ 2023ની તારીખ નક્કી કરી છે.