શોધખોળ કરો

Independence Day 2024 : ભારતની સાથે આ 4 દેશો પણ 15 ઓગસ્ટે ઉજવે છે સ્વતંત્રતા દિવસ

દેશભરમાં 78માં સ્વતંત્ર દિવસને લઇને જોરશોરથી તૈયારી ચાલી રહી છે, 15 ઓગસ્ટના દિવસ માત્ર ભારત જ નહી પરંતુ અન્ય બીજા 4 દેશને પણ મળી હતી આઝાદી

Independence Day 2024 : આ વર્ષે દેશ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને  અંગ્રેજોની ગુલામીથી આઝાદી મળી હતી.  ત્યારથી દર વર્ષે આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે 15મી ઓગસ્ટે આઝાદ થનારો ભારત એકમાત્ર દેશ નથી. આવો જાણીએ 15 ઓગસ્ટના રોજ આઝાદી મેળવનાર અન્ય  કયા દેશો છે.

હાલ  દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ચાલી રહી છે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ દેશે ગુલામીની બેડીઓ તોડીને, આઝાદીનું  સવાર જોયું હતું.  ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ક્રમમાં, ભારત આ વર્ષે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. જો કે, 15મી ઓગસ્ટે પોતાની સ્વતંત્રતાની ઉજવણી કરનાર ભારત એકમાત્ર દેશ નથી. ભારતની સાથે એવા ચાર દેશો પણ છે જે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. ચાલો જાણીએ ક્યા છે આ દેશો છે.

ઉત્તર અને દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંને દર વર્ષે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે   ઉજવે છે.  આ દિવસે બીજા વિશ્વયુદ્ધના અંતે કોરિયાએ જાપાનની  35 વર્ષની ગુલામીમાંથી  મુક્તિ મેળવી હતી.  આઝાદીના ત્રણ વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વિભાજિત થયું. દક્ષિણ કોરિયામાં  આ દિવસને 'ગ્વાંગબોકજેઓલ' તરીકે ઓળખવામાં આવે છે (જેનો અર્થ છે પ્રકાશ પાછો ફર્યો,), જ્યારે ઉત્તર કોરિયામાં તે 'ચોગુખાએબાંગુઈ નાલ' (અર્થ, "પિતૃભૂમિની મુક્તિનો દિવસ") તરીકે ઓળખાય છે.

લિક્ટેનસ્ટેઇન

લિક્ટેંસ્ટાઇન પણ 15 ઓગસ્ટે તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. આ વિશ્વનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે, લિક્ટેંસ્ટાઇને, 1866માં જર્મન શાસનથી આઝાદી મળી હતી.  તે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે યુરોપિયન આલ્પ્સમાં સ્થિત છે. આ દેશ 1940થી 15 ઓગસ્ટને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. 5 ઓગસ્ટ, 1940 ના રોજ, લિક્ટેંસ્ટાઇનની સરકારે સત્તાવાર રીતે 1રાષ્ટ્રીય રજા જાહેર કરી છે

રિપબ્લિક ઓફ કોર્ગો

કોંગો એ આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો લોકશાહી દેશ છે. ભારતની આઝાદીના 13 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1960ના રોજ આ દેશને આઝાદી મળી હતી. આ પહેલા 1880 થી આઝાદી સુધી ફ્રાન્સના કબજામાં હતું. કોંગો એ આફ્રિકન ખંડનો વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ છે.

બહરીન

15 ઓગસ્ટ, 1971ના રોજ બહરીન પર બ્રિટિશ  શાસનનો  આવ્યો હતો. ભારતને આઝાદી મળ્યાના બે દાયકાથી વધુ સમય પછી બહરીન આ દિવસે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. જો કે, આ દેશ આ દિવસે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી. 15 ઓગસ્ટને બદલે, બહરીન  સ્વર્ગસ્થ શાસક ઇસા બિન સલમાન અલ ખલીફાના સિંહાસન પર 16 ડિસેમ્બરને  ધ્વજ ફરકાવે છે અને આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
Embed widget