Anand : પોલીસે શંકાસ્પદ ટ્રક રોકવા પ્રયાસ કર્યો તો ડ્રાઇવરે કચડી નાંખ્યો, પોલીસનું મોત
બોરસદમાં પોલીસ જવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. નાઈટ ડ્યુટી દરમિયાન પોલીસ જવાન ઉપર ટ્રક ચઢાવી દીધી. ટ્રાફિક માં ફરજ બજાવતા રાજ કિરણ નામના પોલીસ જવાનનું મોત નીપજ્યું છે.
આણંદઃ બોરસદમાં પોલીસ જવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. નાઈટ ડ્યુટી દરમિયાન પોલીસ જવાન ઉપર ટ્રક ચઢાવી દીધી. ટ્રાફિક માં ફરજ બજાવતા રાજ કિરણ નામના પોલીસ જવાનની હાલત ગંભીર થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા બની ઘટના. ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર. આણંદની શ્રી કૃષ્ણ મેડીલક હોસ્પિટલ ખાતે સારવાર થઈ રહી હતી. સારવાર દરમ્યાન પોલીસ જવાનનું મોત નીપજ્યું છે.
Gujarat| A fatal attack on a police constable has come to light in Borsad; a suspicious truck from Rajasthan mowed policeman Kiran Raj at 1am, as he was trying to stop it. Truck driver fled away. Policeman died during treatment. Driver identified; probe underway: Anand DSP Ajit R pic.twitter.com/ym59OxltPp
— ANI (@ANI) July 20, 2022
Mahisagar : દુપટ્ટાથી એકબીજાના હાથ બાંધી કપલે નદીમાં કૂદી કરી લીધો આપઘાત, જાણો વિગત
મહીસાગરઃ મહીસાગરના ઘોડિયાર બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને પ્રેમી પંખીડાંના મૃતદેહ એકબીજાને ઓઢણીથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. ઘોડિયાર પુલ ઉપર પોલીસને બાઇક અને ચંપલ પુલની ઉપરથી મડી આવ્યાં હતાં. બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હોવાના અનુમાનથી પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ વહેલી સવારથી તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક તરવૈયા, સ્ટેટ એનડીઆરએફ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. બન્ને મૃતદેહોને કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી. ગઈ કાલે કડાણા તાલુકાના મહીસાગર નદી પર આવેલ ઘોડીયાર બ્રિજ ઉપરથી બાઈક અને યુવક યુવતીના પગાખા મળી આવ્યા હતા. બ્રિજ ઉપરથી પગખા તેમજ બાઈક મળી આવતા કડાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Tharad : પિતાએ બે પુત્રીઓ સાથે કૂવામાં કીદને કરી લીદો આપઘાત, આત્મહત્યા પહેલા દવાની બોટલ સાથે ફોટા વાયરલ કર્યા
બનાસકાંઠાઃ થરાદના સેરાઉ પાસે સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. પિતાએ બે પુત્રીઓ સાથે કૂવામાં પડી આત્મહત્યા કરી છે. ગ્રામજનોએ લાશોને મહામુસીબતે બહાર કાઢી છે. પિતા વિક્રમ દરજીએ બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વિક્રમ દરજીએ આત્મહત્યા પહેલા દવાની બોટલ સાથે બે પુત્રીઓનો ફોટો સોશ્યલ મીડિયા માં વાયરલ કર્યો હતો. આત્મહત્યાનું કારણ અકબંધ છે. આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.