Sabarkantha: મિત્રો સાથે પોળોના જંગલમાં ફરવા ગયેલા યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: વિજયનગરના પોળોમાં ફરવા આવેલા એક યુવાનનું મોત થયું છે. આણંદથી નવ મિત્રો ઇકો લઈને પોળોમાં ફરવા આવ્યા હતા. પોળોમાં દરગાહ નજીક નદીમાં પાચ મિત્રો ન્હાવા પડયા હતા.
સાબરકાંઠા: વિજયનગરના પોળોમાં ફરવા આવેલા એક યુવાનનું મોત થયું છે. આણંદથી નવ મિત્રો ઇકો લઈને પોળોમાં ફરવા આવ્યા હતા. પોળોમાં દરગાહ નજીક નદીમાં પાચ મિત્રો ન્હાવા પડયા હતા. આ દરમિયાન અરસીલ વોરા નામના યુવકનું ડૂબી જવાથી મોત હતું. ઘટનાની જાણ થતા વિજયનગર પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી હતા. વિજયનગર પોલીસ સ્ટેશનના GRD ના જવાને મૃત યુવાન બહાર કાઢ્યો હતો. પોલીસે વિજયનગર સરકારી હોસ્પીટલમાં લાશને પીએમ માટે ખસેડી છે.
ખેડામાં લવ જેહાદમાં ફસાયેલી પરિણીતાએ કરી આત્મહત્યા
ખેડા: કપડવંજમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. 25 વર્ષીય પરિણીતાએ નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જે બાદ કપડવંજ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી. હવે સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. 20.5.23 ના રોજ આત્મહત્યા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ છે. મોહસીન અલી નિઝામ અલી સૈયદ રહેવાસીસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મોહસીન પરિણીતાને પ્રેમ સંબંધ રાખવા માટે ફોન કરી ધમકીઓ આપતો હતો. પ્રેમ સબંધ ન રાખે તો બદનામ કરવાની પણ ધમકી આપી હતી. કપડવંજ રૂરલ પોલીસે મોહસીન અલીને ઝડપી પાડ્યો છે. વિઘર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમ સંબંધ માટે અવારનવાર હેરાન પરેશાન કરતો હતો. આખરે પરિણીતાએ નહેરમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. સામે આવેલી વિગતો અનુસાર મહિલાને ચાર માસનું બાળક પણ છે. મોહસીન અલી પણ પરણિત છે અને બે બાળકો છે .
ઇન્કમ ટેક્સની રેડના ન્યૂઝ છાપવાની ધમકી આપનારા સામે નોંધાઇ ફરિયાદ
અમદાવાદમાં વધુ એક યુટ્યૂબર સામે ફરિયાદ નોંધાઇ છે, અમદાવાદના નવરંગપુરામાં પોલીસ સ્ટેશનમાં વિનય દુબે નામ અને પરિધિ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. આ બન્ને આરોપીઓએ ઈનકમ ટેકસ રેઇડનાં ન્યૂઝ છાપવાની ધમકી આપી રહ્યાં હતા, હવે આ બન્ને વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ છે. આ બન્નેના નામે વિનય દુબે અને પરિધી છે. આ બન્નેએ 3 કરોડની રકમ માંગી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિનય દુબે અને પરિધિ સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીના ઘરે ITની રેડ જે સમાચાર છાપી દેવાની ધમકી આપી હતી. ખાસ વાત છે કે, વિનય દુબે નામનો વ્યક્તિ ઝેડ પ્લસ નામની યુટ્યૂબ ચેનલ ચલાવી રહ્યો છે, અને આની મદદથી તેને ફરિયાદીને બદનામ કરીને મારી નાખવાની પણ ધમકી આપી હતી.