![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ACB Trap: આણંદમાં ACB ની સફળ ટ્રેપ, જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટેર રૂ. 1200 ની લાંચ લેતા ઝડપાયો
ACB News: કોમ્પ્યુટર ઓપરેટરે અન્ય મળતિયા સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરાવી લાંચ માંગી હતી. આણંદ બોરસદ રોડ પરની ખાનગી દુકાન પાસે લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
![ACB Trap: આણંદમાં ACB ની સફળ ટ્રેપ, જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટેર રૂ. 1200 ની લાંચ લેતા ઝડપાયો ACB's successful trap in Anan, a computer operator caught taking a bribe of Rs 1200 ACB Trap: આણંદમાં ACB ની સફળ ટ્રેપ, જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટેર રૂ. 1200 ની લાંચ લેતા ઝડપાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/04/802e2549c22d6cc4ded55592efbe0db7170702003645476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anand News: લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન આણંદમાં પણ એસીબીએ સફળ ટ્રેપ કરી છે. આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટેર નિલેશ ઠાકોર 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. જ્યારે અન્ય 1 આરોપીને શોધવા ACB કામે લાગી હતી.
રેશનિંગ કાર્ડ પર સિક્કો લગાવી આપવાનું કહી રૂપિયા 1200ની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે કોમ્પ્યુટર ઓપરેટરે અન્ય મળતિયા સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરાવી લાંચ માંગી હતી. આણંદ બોરસદ રોડ પરની ખાનગી દુકાન પાસે લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે મળતિયા નિલેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડવા ACB કામે લાગી હતી.
થોડા દિવસ પહેલા અમદાવાદમાં સરદારનગર ડીવીઝન-8 ના હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી હોમગાર્ડ દશરથભાઇ અંબાલાલ ઠાકોર લાંચ લેતા ઝડપાયો હતો. સૈજપુર ટાવર પાસે SBI બેંક ના એ.ટી.એમ પાસે 2 હજાર રૂપિયાની લાંચ માંગતા તે રંગેહાથ ઝડપાયો હતો. હોમગાર્ડે અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણની કચેરી નરોડા ઝોનમાં રેશન કાર્ડમાં નામ અલગ કરાવવા લાંચ માંગી હતી. આ કામના ફરીયાદીના એક જ રેશનકાર્ડ માં પોતાની પત્નિ તથા પોતાના પુત્ર તથા પુત્રની પત્નિ નું નામ ચાલતું હોઇ, પોતાના પુત્રનું રેશનકાર્ડ અલગ કરવા સારૂ ફરીયાદી અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણ ની કચેરી નરોડા ઝોન, કુબેરનગર કચેરીએ ગયા હતા. જ્યાં આ કામના આક્ષેપિતને રૂબરૂમાં મળ્યા હતા અને તેમને રેશનકાર્ડ અલગ કરી આપવા પેટે રૂ.૨,૦૦૦ ની લાંચ માંગી હતી. તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમિયાન પંચની હાજરીમાં આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી પકડાયો હતો. આરોપીને ડિટેઇન કરી આગળન કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પહેલા બનાસકાંઠા UGVCLનાં ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. તેમને મહેસાણા એસીબીએ રંગે હાથે ઝડપ્યા હતા. ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર એસ આર પટેલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાતાં અન્ય લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો હતો. મહેસાણા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)