શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Anand: બૂટલેગરને ત્યાં રેડ કરવા ગયેલી વિઝિલન્સ ટીમ અને સ્થાનિક વચ્ચે થઇ જોરદાર મારામારી, સ્થાનિકો ઘાયલ

રાજ્યમાં ઠેર ઠેર સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, ગઇકાલે રાત્રે આણંદમાં વિઝિલન્સ ટીમના દરોડા દરમિયાન મોટુ ઘર્ષણ થયાના સમાચાર સામે આવ્યા છે

Anand Crime News: રાજ્યમાં ઠેર ઠેર સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, ગઇકાલે રાત્રે આણંદમાં વિઝિલન્સ ટીમના દરોડા દરમિયાન મોટુ ઘર્ષણ થયાના સમાચાર સામે આવ્યા છે, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં આણંદના ઓડ ગામે વિઝિલન્સ ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ બાદ મારામારી થઇ રહેલી નજરે પડી રહી છે. આ ઘટનામાં કેટલાક સ્થાનિકોને ઇજા પહોંચી છે, અને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

ગઇરાત્રે આણંદ જિલ્લામાં વિઝિલન્સ પોલીસની ટીમ ઓડ ગામે રેડ કરવા ગઇ હતી, જ્યાં સ્થાનિક અને વિઝિલન્સ ટીમ વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયુ હતુ, બાદમાં સ્થાનિકોને ઇજા પહોંચી હતી. આ ઘટના ઓડ નજીક આવેલા ખંભોળજ હદ વિસ્તાર ઘટી હતી, હવે ઘટના મામલે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે, વિઝિલન્સની ટીમે તેમના પર હુમલો કર્યો હતો. 

ખરેખરમાં ઘટના એવી છે કે, ઓડ ગામમાં બે વર્ષ પહેલા એક બૂટલેગર પર ફરિયાદ નોંધાઇ હતી, જેના ત્યાં વિઝિલન્સ ટીમે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડાની કાર્યવાહીમાં વિઝિલન્સ ટીમ અને સ્થાનિકો વચ્ચે જોરદાર ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. બાદમાં બન્ને પક્ષો વચ્ચે બબાલ થઇ અને વાત મારામારી સુધી પહોંચી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિઝિલન્સ પોલીસની ટીમના હુમલામાં સ્થાનિકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં પંચના બંને માણસો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા હતા. આમાં મકાન માલિક રમેશભાઈને માથામાં પહોંચી છે. આ ઘટના મામલે હાલ ખંભોળજ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, વિઝિલન્સ પોલીસની ટીમ દરોડા માટે આવી હતી, પરંતુ દરોડા દરમિયાન કંઇજ ના મળતા વિઝિલન્સ ટીમે કેટલાક લોકો, મહિલાઓ અને બાળકોને માર મારવાનું શરૂ કરી દીધુ હતુ. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અધિકારી બાંકડા પર બેસીને રૌફ જમાવતો પણ દેખાઇ રહ્યો છે. 

ભાઈની હત્યાનો બદલો લેવા 5 કરોડની સોપારી આપી, 8 મહિના બાદ પોલીસે ભેદ ઉકેલ્યો

નવસારીમાં  8 મહિના પહેલાં હત્યા કેસમાં સંડોવાયેલા એક યુવકની પણ હત્યા થઈ હતી. આખરે પોલીસે તેનો ભેદ ઉકેલી 6 આરોપીને દબોચી લીધા છે.  જો કે, મુખ્ય આરોપી  ફરાર છે. વર્ષ 2021માં નવસારીના બીલીમોરાના આતલિયા ગામના મહિલા સરપંચના પુત્ર નીમેશ પટેલની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો. 

જેલમાંથી ભૌતિક જામીન પર બહાર આવ્યો

નીમેશની હત્યામાં મુખ્ય રોલ  ભૌતિક પટેલનો હતો. જેલમાંથી ભૌતિક જ્યારે જામીન પર બહાર આવ્યો  તો મૃતક નીમેશના ભાઈ કલ્પેશે ભૌતિકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ભૌતિકને આસાનીથી મારી શકાય આ માટે 5 કરોડની સોપારી આપી તેના જ મિત્રોનો સહારો લેવાયો. 6 એપ્રિલ, 2023ના નવસારીના ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા  એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને ભૌતિકને બોલાવવામાં આવ્યો.આ સમયે ભૌતિકના જ મિત્ર હર્ષ ટંડેલે તલવારથી ભૌતિકની હત્યા કરી નાંખી. બાદમાં રેલવે ટ્રેક નજીક લાશ દાટી દીધી.  જો કે, 3 દિવસ બાદ પગનો ભાગ જમીનમાંથી બહાર આવી જતાં પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. આ તરફ ભૌતિકની માતાની અરજી પર પોલીસ તેને શોધી રહી હતી. આ દરમિયાન પોલીસે તેના મિત્ર હર્ષ ટંડેલની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો અને આખી વાત કહી દીધી. જો કે, 5 કરોડની સોપારી આપનાર મુખ્ય આરોપી કલ્પેશ પટેલ હજુ ફરાર છે.

પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો

નવસારી જિલ્લાના બીલીમોરા પાસેના આતલીયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં તીસરી ગલીમાં બોલાવી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યામાં બીલીમોરા પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી એક હતો ભૌતિક પટેલ ઉર્ફે ભાવું. જેનો હત્યામાં મુખ્ય રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આરોપીઓની કસ્ટડી પૂર્ણ થતા જેલ મોકલવામાં આવ્યા હતા. થોડા સમય જેલવાસ ભોગવ્યા બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. જેમાં ભૌતિક પટેલ પણ જામીન પર મુક્ત થયો હતો.

મૃતક નિમેષ પટેલનો ભાઈ કલ્પેશ પટેલ બદલો લેવા માંગતો હતો. ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેણે પ્લાન બનાવ્યો હતો.  5 કરોડ રૂપિયાની સોપારી આપી ભૌતિકને ઠેકાણે પાડવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. ભૌતિકને સરળતાથી મારી શકાય તે માટે તેના જ મિત્રોનો સહારો લેવામાં આવ્યો હતો. મિત્રોની મદદથી તારીખ 6 એપ્રિલ 2023ના રોજ તેને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને બોલાવ્યો હતો. જેમાં આરોપી હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ દ્વારા ભૌતિક ઉપર ચપ્પુ અને તલવાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં  PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડValsad Rape With Murder Case : વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતાAlpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Embed widget