Anand: આજે આણંદ ભાજપમાં ભરતી મેળો, પૂર્વ કોંગી MLA સાથે 3500 કાર્યકરો કરશે કેસરિયો ધારણ
હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે, એક પછી એક કોંગ્રેસી નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો પક્ષા સાથે છેડો ફાડી રહ્યાં છે

Anand Politics News: ગુજરાત ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી મેળો ચાલી રહ્યો છે, કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાટીને પક્ષને બાયબાય કહી રહ્યાં છે, અને ભાજપ સાથે જોડાઇ રહ્યાં છે. આ કડીમાં વધુ એક કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ આજે કેસરિયો ધારણ કરશે. ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સાથે આજે 3500થી વધુ કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં સામેલ થશે. આ તમામ કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં યોજાશે.
હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે, એક પછી એક કોંગ્રેસી નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો પક્ષા સાથે છેડો ફાડી રહ્યાં છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, આજે વધુ એક મોટો ભરતી મેળો આણંદ જિલ્લામાં યોજાઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે આણંદ જિલ્લામાં રાજકીય ઉથલપાથળ થશે. આજે કોંગ્રેસી કાર્યકરો પક્ષનો પંજો છોડીને કેસરિયા કરશે. સીઆર પાટીલ આજે આણંદ જિલ્લાના મહેમાન બનશે, આજે સીઆર પાટીલ બે સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. જિલ્લાના બોરસદ અને ખંભાત ખાતે કોંગ્રીસ કાર્યકરોને ભાજપમાં સામેલ કરશે. અહીં લગભગ 3500 જેટલા કોંગ્રેસી કાર્યકરો કેસરિયા કરશે. આને જોતા કહી શકાય કે લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને રાજ્યમાં મોટો ઝટકો મળી રહ્યો છે.
આ સાથે જ આજે આણંદના ખંભાત પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાઇ રહ્યાં છે, તેમની સાથે હજારોની સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં સામેલ થશે. થોડા દિવસો પહેલા ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું હતુ, આ તમામ કાર્યક્રમ બોરસદ ખાતે ધારાસભ્ય રમણ સોલંકીની આગેવાનીમાં યોજાશે, જેમાં 2500 જેટલા કોંગ્રેસી કાર્યકરો પણ કેસરિયા કરશે. તમામને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કરશે. હવે આણંદ જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ધરાશાયી થવાની સ્થિતિ બની ગઇ છે. જિલ્લો હવે કોંગ્રેસ મુક્ત થઇ રહ્યો છે અને ભાજપ કોંગી કાર્યકરો યુક્ત થઇ રહ્યો છે. આ પહેલા પણ અનેક નામી-બેનામી હોદ્દેદારો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળી ગયા છે.
જે યુવક લગ્નમાં દહેજ માંગે એને લગ્ન કરવાની ના પાડી દેજો - સીઆર પાટીલનું નિવેદન
દહેજને લઈને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. સીઆર પાટીલે કહ્યું કે, જે યુવક લગ્નમાં દહેજ માંગે એને લગ્ન કરવાની ના પાડી દેજો. દહેજ પ્રથા ને નાબૂદ કરવા માટે સીઆર પાટીલે આપ્યું નિવેદન. આજે દીકરીઓ પણ મજબૂત થઈ છે,દહેજ માંગનારા યુવક ને લગ્ન ની ના પાડી દે છે. સુરતનાં લિંબાયતમાં આયોજિત હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સીઆર પાટીલે આ નિવેદન આપ્યું છે.
સીઆર પાટીલે વધુમાં કહ્યું પ્રધાનમંત્રી મોદી મહિલાઓ માટે ખૂબ કામ કર્યા છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત પ્રધાનમંત્રી મોદીએ આપ્યું છે. સીઆર પાટીલે દીકરીઓના શિક્ષણ માટે પણ આપ્યું મોટું નિવેદન. જે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે સીઆર પાટીલ તૈયાર છે. દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવામાં આવશે. સીઆર પાટીલે મહિલાઓને મહિલાની તસવીર વાળુ હલ્દી કુમકુમ ભેટ આપી હતી.
નોંધનીય છે કે, દહેજ એ આપણા સમાજમાં ફેલાયેલી એક એવી બીમારી છે, જેને ન તો પ્રાર્થના કે ભાવ દૂર કરી શકે છે. આ રોગ સમાજને અંદરથી ખોખલો કરી રહ્યો છે અને આપણે કંઈ કરી શકતા નથી. આપણા દેશમાં દહેજ પ્રથાને રોકવા માટે આઝાદી પહેલાથી જ અવાજ ઉઠાવવામાં આવે છે. સમાજ સુધારક રાજા રામ મોહન રોયે દહેજ પ્રથાને રોકવા માટે શું કર્યું? સરકારો પણ સતત પ્રયાસો કરી રહી છે.
લગ્ન માટે, છોકરાનો પરિવાર અથવા તેના સંબંધીઓ મિલકત, સ્થાવર મિલકત અથવા કિંમતી વસ્તુઓની માંગ કરે છે, તેને દહેજ કહેવામાં આવે છે.
લગ્નમાં આપવામાં આવતી દરેક ભેટ દહેજ નથી હોતી. આ માટે તમારે સ્ત્રીધન અને દહેજ વચ્ચેનો તફાવત સમજવો પડશે. લગ્ન સમયે છોકરીને આપવામાં આવતી ભેટો, ઘરેણાં, વર-કન્યાના સામાન્ય ઉપયોગ માટેનો પલંગ, સોફા, ટીવી વગેરે સ્ત્રીધનની શ્રેણીમાં આવે છે. બીજી તરફ, લગ્ન સમયે અથવા લગ્ન પછી છોકરાના પરિવારની માંગણી પર આપવામાં આવતી રોકડ, ઘરેણાં, કપડાં જેવી વસ્તુઓને દહેજ કહેવામાં આવે છે.
દહેજ નિષેધ કાયદા હેઠળ દહેજની લેવડ-દેવડમાં મદદ કરનારને 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય આઈપીસીની કલમ 498A હેઠળ દહેજ ઉત્પીડન માટે સજાની જોગવાઈ છે. મતલબ કે જો તમે દહેજ માટે તમારી પુત્રવધૂ પર મારપીટ કરો છો અથવા હેરાન કરો છો તો તમને 3 વર્ષની જેલ થઈ શકે છે.





















