કોરોનાના 20 કેસ નોંધાતા ગુજરાતના કયા ગામમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત
Anand Corona Lockdown : કોરોના સક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં આશરે 20થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના એક વાગ્યા બાદ ગામ આખું બંધ થઈ જશે.
આણંદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ(Gujarat election)ની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇન(Corona Guideline)ને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. હવે આણંદ જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યો છે. બોરસદ તાલુકા (Borsad Taluka)ના વિરસદ (Virsad) ગામે ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન (lockdown) જાહેર કર્યું છે.
કોરોના સક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં આશરે 20થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના એક વાગ્યા બાદ ગામ આખું બંધ થઈ જશે.
ગુજરાતમાં ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? કેવી રીતે લાગ્યો ચેપ?
આણંદ (Anand District) જિલ્લાના સાંસદ (Anand MP) કોરોનામાં સપડાયા છે. સાંસદ મિતેષ પટેલ (Mitesh Patel) કોરોના પોઝીટીવ આવ્યા છે. દિલ્લી પ્રવાસ દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. રેપીડ ટેસ્ટ(Antigen test) દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. હોમ કોરોનટાઇન (Home Quarantine) કરાયા છે.