શોધખોળ કરો

Coronavirus Lockdown : કોરોનાએ કાળો કેર વર્તાવતા મધ્ય ગુજરાતના વધુ એક ગામમાં લગાવી દેવાયું સ્વૈચ્છિક લોકડાઉન  

આણંદ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ઉમરેઠ પંથકમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં લીંગડાના ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે.

આણંદઃ ગુજરાતમાં કોરોનાએ (Gujarat Corona) કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે આણંદ જિલ્લા (Anand District) માં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) લગાવી દેવામાં આવ્યું છે. ઉમરેઠ (Umreth) પંથકમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં લીંગડા (Lingada village)ના ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે.

પંચાયત (Gram Panchayat) દ્વારા બપોર બાદ બજારો બંધ રાખવા આદેશ અપાયા છે. ઉમરેઠ પંથકના લીંગડા, પણસોરા માર્ગો અને બજારોમાં સન્નાટો ફેલાયો છે. ઉમરેઠ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. 

ઉમરેઠ નગરના દવાખાનાઓ હાઉસફુલ થઈ રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા ઉમરેઠ પંથકના લીંગડા ગ્રામ પંચાયત દ્વારા નગરજનોએ પોતાના ધંધા 12 વાગ્યા બાદ બંધ કરી ઘરે રહેવા અપીલ કરાઈ છે. પંચાયત દ્વારા ૧૦ દિવસ સુધી સ્વૈચ્છિક બંધ રાખવા આદેશ કરાયો છે. 

અગાઉ પેટલાડ (Petalad)ના કોઠાવી (Kothavi) ગામે લોકડાઉન (Lockdown) લગાવ્યું છે. નોંધનીય છે કે, જીલ્લામાં પેહેલેથી જ ૩ ગામોમાં લોકડાઉન છે. વધતા સંક્રમણ ને રોકવા ગ્રામજનો લોકડાઉન કરી રહ્યા છે. આજથી ૧૭ એપ્રીલ તારીખ સુધી નિયત સમયનું લોકડાઉન રખાશે. સવારે ૭ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે.

દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આજથી 8 એપ્રિલ સુધી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. છ દિવસ માટે સવારના ૭થી ૧૦ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. 
 
દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે  વધી રહ્યો છે. શહેર સહીત હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પગ પેસારો જોવાયો જેથી  ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણને નાથવા પહેલ કરી સ્વૈચ્છિક લોકડાઉન કરી છ દિવસ માટે સવારના 7 થી 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસની વાત કરીયે તો 3198 પોઝેટીવ કેસ નોંધાયા છે અને હાલ 174 કેસ એક્ટિવ છે ત્યારે  બલૈયા ની વાત કરીયે તો 1600થી 1800 લોકોની વસ્તી ધરાવતા  ગામ માં  18 કેસો એક્ટિવ છે, ત્યારે એકનું અવસાન થયું છે. જેને કારણે ગામમાં ભય જોવા મળ્યો હતો. 

ગ્રામ પંચાયત એક્સનમાં આવી અને બલૈયા ખાતે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૩ એપ્રિલથી ૮ એપ્રિલ-૨૦૨૧ સુધી સ્વૈચ્છીક પણે પોતાના ધંધા-રોજગાર સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ગ્રામ પંચાયત દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. જેને ગ્રામજનોએ પણ આવકાર આપ્યો હતો. આજ રોજ સવારે 10 વાગે તમામ દુકાન બજારો વેપારીઓએ બંધ રાખ્યા હતા.

 જોકે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવવામાં આવેલ નિયમ મુજબ જો કોઈ વેપારી જણાવેલ સમય પછી પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખશે તો તેના પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.  બલૈયા ગામમાં કેટલાક લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે. ત્યારે રોગચાળો વધુ વકરે નહીં તે હેતુથી બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી સ્વેચ્છિક પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનું તમામ ગ્રામજનોએ પાલન કરી રોગચાળાને નાથવા સહયોગ આપવા નજરે પડ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget