શોધખોળ કરો

Anand: ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પોન્સર કરનાર આણંદના વેપારીને મુસ્લિમ આગેવાનોએ મંગાવી માફી,જાણો શું છે મામલો

આણંદ: ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પોન્સર કરનાર આણંદના એક વેપારીને મુસ્લિમ આગેવાનોએ માફી મંગાવી છે. આણંદના વેપારીએ મુસ્લીમ સમાજની માફી માગતો વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

આણંદ: ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પોન્સર કરનાર આણંદના એક વેપારીને મુસ્લિમ આગેવાનોએ માફી મંગાવી છે. આણંદના વેપારીએ મુસ્લીમ સમાજની માફી માગતો વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આણંદના વેપારીએ માફી માગતા કહ્યુ કે મે સ્પોન્સરશિપ પરત લીધી છે. વેપારીએ સ્પોન્સર કર્યા બાદ મુસ્લિમોએ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ કર્યો હતો. આણંદના‌ મુબારક ટેલર્સ નામની દુકાન ધરાવતા ધર્મેશ બાલીનો મુસ્લિમ સમાજ દ્વારા બોયકોટ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના દ્વારા અપાયેલા ઓર્ડર રદ્દ કરવાનું શરૂ થયુ હતુ. ત્યારબાદ મુસ્લિમ સમાજના લોકોએ તેમનો ફોન અને સોશ્યલ મિડિયામાં વિરોધ શરુ થયો હતો. 

આણંદના વેપારી પાસે માફી મંગાવતા વિડિયામાં દેખાતા મુસ્લીમ આગેવાને પણ આ મુદ્દે સ્પષ્ટતા કરતો વિડિયો પોસ્ટ કર્યો છે. તોસિફ ભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા કહ્યુ કે, ધર્મેશભાઈ મારા મિત્ર છે મે તેમની પાસે માફી મંગાવી નથી. ઘર્મેશભાઈ ફિલ્મના સ્પોન્સર થતા વિરોધ શરૂ થયો હતો તે માટે તેમણે ફોન કરી મને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યુ હતુ કે, મુસ્લિમ સમાજના મારા ઘણા ગ્રાહકો છે.

મે ફિલ્મ સ્પોન્સર કરતા મુસ્લિમ સમાજ ખુબ નારાજ થયો છે અને મારા ઘણા ઓર્ડર રદ્દ થયા છે. મે સ્પોન્સરશીપ રદ્દ કરી છે અને હું માફી માગુ છું આવો વિડિયો તમારા સમાજના ગૃપમાં મુકી આપો. હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે કોઈ ગેરસમજ ઉભી ન થાય અને એકતા જળવાય રહે તે માટે વિડિયો પોસ્ટ કર્યો હતો.

જો ગુજરાતના બિલ્ડર્સ આપેલા વચન પુરા નહીં કરે તો ખાવી પડશે જેલની હવા

ગુજરાતના બિલ્ડર્સ અને ડેવલપર્સ જો આપેલા વચન પુરા નહીં કરે તો જેલમાં જવાની તૈયારી પણ રાખે. આવો સ્પષ્ટ સંદેશ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી આપતી હોય તે મુજબ ભાવનગરના બે બિલ્ડરને વચન પુરા ન કરવાની બાબતે પકડીને જેલના સળિયા પાછળ નાખી દીધા છે. 16 મે 2023 ના રોજ ભાવનગરના રુદ્ર ડેવલોપર્સ નામની પેઢી ચલાવતા બાબુ વેલજીભાઈ બારૈયા અને હસમુખ શાંતિલાલ મેર નામના બે બિલ્ડરને રેરા દ્વારા પકડી અને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. રુદ્ર ડેવલોપર્સ દ્વારા ભાવનાગરના કૃષ્ણનગર વિસ્તારમાં રુદ્ર રેસીડેન્સી નામની રહેણાંક સ્કીમ બનાવવામાં આવી હતી. ફ્લેટ વેચતી વખતે લિફ્ટ નાખી દેવાનું વચન આપ્યું હતું. જે લિફ્ટ હજી સુધી ના નખાતા રેરાએ લાલ આંખ કરી બંને બિલ્ડરને જેલ પાછળ ધકેલી દીધા છે. 

ભાવનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રુદ્ર રેસીડેન્સી નામની સ્કીમના ખરીદદારોને 2015માં દસ્તાવેજ કરી ફ્લેટના કબજા સોંપવામાં આવ્યા હતા. 26/ 9/ 2017 ના રોજ કામ ચલાવ du પરમિશન મેળવવામાં આવી હતી. લિફ્ટ નાખવાની શરતે ભાવનગર કોર્પોરેશનને આ બીયુ પરમિશન આપી હતી. 16/ 8/ 2019 ના રોજ લિફ્ટ ન નાખી હોવાના કારણે બીયુ પરમિશન રદ કરવામાં આવી હતી. સાથે જ રુદ્ર ડેવલોપર્સને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી હતી. 19/ 1/1 2019 માં ફ્લેટ ધારકોએ ફેરામાં ફરિયાદ કરી હતી.બિલ્ડરે લીફ્ટ સાથેની સ્કીમનું વચન આપ્યું હોવા છતાં લિફ્ટ ન નાખી હોવાની ફરિયાદ પ્રેરાને મળી હતી. 

7/7 / 2021 ના રોજ રેરા દ્વારા ત્રણ મહિનાની અંદર લિફ્ટ લગાવી દેવાનું અને બિલ્ડીંગમાં જે કંઈ રીપેરીંગ કરવાની જગ્યા છે ત્યાં રીપેરીંગ કરી આપવાનો હુકુમ કર્યો હતો. બિલ્ડરે રેરાના આ આદેશનું પાલન ન કરતા 28/ 1 /2022 ના રોજ ફરિયાદીએ રેરા ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરી હુકુમનું પાલન કરાવવા માટેની અરજી કરી હતી. ત્યારબાદ 20 /12 /2022 ના રોજ રે 20 દિવસની અંદર લિફ્ટ ઇન્સ્ટોલ કરવી અને ચાલુ કરાવી દેવી ઉપરાંત 30 દિવસની અંદર બીયુ પરમિશન મેળવી લેવાની રુદ્ર ડેવલોપર્સને તાકીદ કરી હતી અને સાથે હુકમ પણ કર્યો હતો આમ છતાં 9/ 3/ 2023 ના રોજ સુધી ન તો રુદ્ર ડેવલોપર્સે લિફ્ટ નાખી કે ન તો રીપેરીંગ કરાયું.

જે અનુસંધાને રેરા દ્વારા બંને બિલ્ડરને 30 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાથે જ 31/ 3/2023 સુધીમાં જો બિલ્ડર પાંચ લાખની ડીપોઝીટ રેરામાં જમા કરાવે અને કામ પૂર્ણ કરાવે તો જેલની સજાતી બચી શકે છે. તે અંગેનો ઓર્ડર પણ કર્યો હતો. આમ છતાં બિલ્ડરે આપેલા વચન પુરા ન કરતા 11ય 5ય 2023 ના રોજ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને 16/ 5/ 2023 થી બંને બિલ્ડરને રેરાની જેલમાં નાખી દેવામાં આવ્યા છે. એક બિલ્ડરની તબિયત ખરાબ થતા હાલ તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અન્ય બિલ્ડર રેરાની જેલની હવા ખાઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Embed widget