શોધખોળ કરો

Kheda : અમૃતપુરા ગામે સાપે ડંખ મારતા બે સગી બહેનોના મોત, આખું ગામ શોકમાં ગરકાવ

ચોમાસાની સિઝનમાં ચેતવા લાયક કિસ્સો સામે આવ્યો છે. ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામે બે સગી બહેનોને સાપે ડંખ મારતા મોત નિપજ્યું છે. પોતાના ઘર આંગણે સુઈ ગયેલી બે સગી બહેનોને સાપે ડંખ માર્યો હતો.

ખેડાઃ ચોમાસાની સિઝનમાં ચેતવા લાયક કિસ્સો સામે આવ્યો છે. ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામે બે સગી બહેનોને સાપે ડંખ મારતા મોત નિપજ્યું છે. પોતાના ઘર આંગણે સુઈ ગયેલી બે સગી બહેનોને સાપે ડંખ માર્યો હતો. સાપે ડંખ મારતા બંને બહેનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.  છ વર્ષની રવ્યા અને દસ વર્ષની સાવિત્રી બંને બહેનોનું મોત નીપજ્યું છે.  અમૃતપુરા ગામ સહિત પરિવાર શોકમાં ડૂબ્યો.

Vadodara: ઘરના બારણા પાસે રમતાં બાળક પર પીકઅપ વાનનું ટાયર ફરી વળતાં મોત, માતાના આંક્રદથી વાતાવરણ ગમગીન

વડોદરાઃ પોર ગામે આશિષ સોસાયટીમાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ ગાડીએ બે વર્ષના બાળકને કચડી નાંખતા મોત નીપજ્યું છે. વડોદરાના પોર ગામે આશિષ સોસાયટીમાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ વાન આવી હતી. ઘર નંબર 31માં રહેતા નિખિલ ગાંધીના બે વર્ષીય પુત્ર જેનિલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. 

જેનિલ ઘરના બારણા પાસે રમતો હતો. એટલામાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ સોસાયટીમા  ડિલિવરી માટે આવી હતી. ગાડી ડ્રાઇવરે રિવર્સ લેતા બે વર્ષના જેનિલ બાળક ઉપર પાછળનું ટાયર ફરી વળ્યું હતું.  ઘર પાસે જ બે વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજતા બાળકના માતા પિતા પર આભ તૂટી પડ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વરણામાં પોલીસ તાત્કાલિક સ્થળે દોડીઆવી હતી. બાળક ને pm અર્થે  પોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બે વર્ષના માસૂમ બાળક જેનિલનું મૃત્યુ થતા મા, બાપ, પરિવાર તેમજ સોસાયટીના વ્હાલ સોયો દીકરો ગુમાવતા સોસાયટીમાં શોકનો માહોલ છે. 

Rajkot: પત્નીને એઇડ્સ થતાં પતિએ સાળી સાથે બાંધ્યા સંબંધ, પ્રેમમાં આડખીલી બનતી પત્નીની ઠંડા કલેજે કરી નાંખી હત્યા

રાજકોટઃ વિછીયા પંથકમાંથી યુવતીની મળેલી લાશને લઈને મોટો ખુલાસો થયો છે.  મૃતક યુવતી વિંછીયા તાલુકાના છાછીયા ગામની રહેવાસી છે. મૃતક છેલ્લા 38 દિવસથી ગુમ હતી. સ્થાનિક કોળી સમાજના આગેવાનોએ ગઈકાલે વિછીયા પોલીસ સ્ટેશન મહિલાના ગુમ અંગે આવેદન આપ્યું હતું. મૃતક યુવતીની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. તેમના જ પતિ દ્વારા મૃતક યુવતીની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. હત્યા કરનાર શખ્સને મૃતકની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે હત્યા કરાઇ હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો છે. 

છેલ્લા 38 દિવસ દરમિયાન મૃતકના પરિવારજનોએ અનેક વખત પોલીસને રજૂઆત કરી હોવાનો દાવો છે. વિછીયા પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પરિવારજનોની માંગ છે.  જો કાર્યવાહીની કરવામાં આવે તો મૃતદેહ સ્વીકારવાનો પણ કર્યો ઇનકાર.

આ અંગેની વિગતો એવી છે કે, મૃતક પરિણીતાનું હાડપિંજર ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પત્નીને એઇડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડી ગયો હતો અને નડતરરૂપ પત્નીનો કાંટો કાઢવા માટે ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. ઢોકળવાની સીમમાં મૃતદેહ દાટીને પત્ની ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. 

વિંછીયા તાલુકાના દલડી ગામની પરિણીતા રંજનબહેન રાજેશભાઈ ઓળકિયા ઘણા સમય થઈ ગૂમ હતાં. આ અંગે પતિએ જ પોલીસને જાણ કરી હતી. જોકે, યુવતીની ભાળ ન મળતાં 2 દિવસ પહેલાં સામાજિક આગેવાનો અને યુવતીના પરિવારજનો પોલીસની ઢીલી કામગીરી સામે ધરણાં પર ઊતર્યા હતા. પોલીસે પતિની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ હત્યા કરીને લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં કોતરોમાં દાટી દીધી હોવાનું કબૂલાત કરી હતી. 

પતિની કબૂલાતને આધારે તપાસ કરતા કંકાલ મળી આવ્યું હતું. કંકાલને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી અપાયું છે. ગુનો ચોટીલાની હદમાં બન્યો હોઈ, ચોટીલા પોલીસ મથકે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે પતિની ધરપકડ કરી હતી. રાજેશ પોતાની સાળી ઇન્દુની સગાઈ હોવાથી આગલા દિવસે પત્ની સાથે છાસિયા જવા બાઇક પર નીકળ્યો હતો. નક્કી કરેલી વીડી રસ્તાનું સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક રોકાયાં હતાં. ત્યાં જ મોબાઇલના ચાર્જરના વાયરથી ટૂંપો દઈ પત્નીની હત્યા કરી નાંખી હતી અને લાશને દાટી દીધી હતી તેમજ ગુમ થયાની વાત ઊપજાવી કાઢી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
Embed widget