Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: અરવિંદ કેજરીવાલે જેલમાંથી એવો સંદેશ મોકલ્યો છે કે, હું કેજરીવાલ દિલ્લીનો સીએમ છું, આતંકવાદી નથી.
Arvind Kejriwal News:અરવિંદ કેજરીવાલે જેલમાંથી એવો સંદેશ મોકલ્યો છે કે, હું કેજરીવાલ દિલ્લીનો સીએમ છું, આતંકવાદી નથી.
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે (16 એપ્રિલ) કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીએ જેલમાંથી લોકોને સંદેશ મોકલ્યો છે. તેણે કહ્યું છે કે 'મારું નામ અરવિંદ કેજરીવાલ છે, હું આતંકવાદી નથી.'
પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા સંજય સિંહે કહ્યું કે, તમે અરવિંદ કેજરીવાલ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરી રહ્યા છો, શું તમને શરમ નથી આવતી. વડા પ્રધાનની તેમના પ્રત્યેની દુર્ભાવના એટલી વધી ગઇ છે કે, તેમના (કેજરીવાલ) પરિવાર અને બાળકો સાથે મુલાકાત કાચની દિવાલ દ્વારા કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું, "પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને Z Plus સુરક્ષા છે, જ્યારે તેઓ કેજરીવાલને મળ્યા ત્યારે તેમની વચ્ચે કાચની દિવાલ હતી. ભાજપે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે તેને કેજરીવાલ પ્રત્યે તેમને નફરત છે.
#WATCH | AAP MP Sanjay Singh says "Arvind Kejriwal, who worked like a son and a brother for the country and the people of Delhi, has sent a message from jail that 'My name is Arvind Kejriwal and I am not a terrorist'...The three-time elected CM of Delhi is made to meet CM… pic.twitter.com/PC98W6thTJ
— ANI (@ANI) April 16, 2024
સંજય સિંહે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને 24 કલાક સીસીટીવી દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે અને તેમને ટોર્ચર કરવાની યોજના છે, તેમનું નિરાશ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પરિવારનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ અરવિંદ કેજરીવાલ અલગ માટીના બનેલા છે, તેમણે IRS સેવા છોડી દીધી છે, તે તોડવાના પ્રયત્નોમાં વધુ મજબૂત બનશે.
ભગવંત માનને સોમવારે મળ્યા હતા
ભગવંત માન અને સીએમ કેજરીવાલ 15 એપ્રિલે તિહાર જેલમાં મળ્યા હતા. આ પછી માન ભાવુક દેખાતા બહાર આવ્યા. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સાથે જેલમાં સખત અપરાધી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.નોંધનિય છે કે,કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, કોર્ટે તેને બે અલગ-અલગ સુનાવણીમાં 1 એપ્રિલ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધો.
જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે
આ પછી, કોર્ટે તેને 1 એપ્રિલના રોજ 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર મોકલી દીધો. તેને ફરી એકવાર 15 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.