(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીએ રિઝર્વ બેન્કની બે યોજના કરી લોન્ચ, જાણો આપને શું થશે ફાયદો, રોકાણ પર રિટર્નનો આપ્યો ભરોસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રિઝર્વ બેંકની બે મોટી યોજનાઓ લોન્ચ કરી. આ યોજનાઓ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રિઝર્વ બેંકની બે મોટી યોજનાઓ લોન્ચ કરી. આ યોજનાઓ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે. આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં નાના રોકાણકારોને સુરક્ષિત રોકાણ પર સારા વળતરની ખાતરી આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બે મોટી યોજનાઓ લોન્ચ કરી છે. આ યોજનાઓ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે. વડાપ્રધાને કહ્યું કે આરબીઆઈ હંમેશા નાણાકીય બાબતોમાં સંવાદ જાળવી રાખે છે. આ બંને યોજનાઓ દેશમાં રોકાણનો વ્યાપ વિસ્તારશે. કેન્દ્રીય બેંકની યોજનાઓનો લાભ નાનાથી મોટા રોકાણકારોને મળશે, સાથે જ પારદર્શિતા પણ આવશે. તેમણે કહ્યું કે લોકશાહીની સૌથી મોટી તાકાત અર્થવ્યવસ્થામાં સૌની ભાગીદારીની ભાવનાનું સન્માન અને પ્રોત્સાહન છે.
શું છે લોકપાલ સ્કિમ?
પીએમ મોદીએ કહ્યું કે ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ શરૂ કરવામાં આવી છે. આમાં, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ અથવા અન્ય સંસ્થાઓ વિરુદ્ધ ગ્રાહકોની ફરિયાદોને દૂર કરવા માટે નિયમો બનાવ્યા છે. આ યોજના વન નેશન વન ઓમ્બડ્સમેનના કોન્સેપ્ટ પર લાવવામાં આવી છે.
શું છે રિટેલ ડાયરેક્ટ સ્કિમ શું છે
આમાં, છૂટક રોકાણકારો ભારત સરકારની સંપતિમાં સીધું રોકાણ કરી શકશે અને સારો નફો કમાઈ શકશે. પીએમ મોદીએ કહ્યું કે આરડીજીની ખાસ વાત એ છે કે આમાં ફંડ મેનેજરની જરૂર નહીં પડે. કોઈ રોકાણકારે ક્યાંય જવાની જરૂર નથી. તે સિક્યોરિટીઝમાં સીધું રોકાણ કરી શકશે.આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ રોકાણકાર સરળતાથી ઓનલાઈન સરકારી સિક્યોરિટીઝ પર એકાઉન્ટ ખોલી શકે છે
નાના રોકાણકારોને રિર્ટનનો ભરોસો
આ પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આરબીઆઈની યોજનાએ હવે સુરક્ષિત રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડ્યો છે. દેશના એક મોટા વર્ગ માટે દેશની સંપત્તિના નિર્માણમાં સીધું રોકાણ કરવું સરળ બનશે. ભારતમાં નાના રોકાણકારોને સુરક્ષિત રોકાણ પર સારા વળતરની ખાતરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ટીમ આરબીઆઈ દેશની ભાવનાઓ પર ખરા ઉતરશે અને નાના રોકાણથી મોટી સફળતા મળશે. તેમણે કહ્યું કે વિકાસની દૃષ્ટિએ આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે.
વડા પ્રધાને વધુમાં કહ્યું કે, આરબીઆઈએ સામાન્ય નાગરિકને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધાં છે અને આજે શરૂ થયેલી બંને યોજનાઓ સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશમાં રોકાણનો વ્યાપ વિસ્તારવામાં આવશે. તેમણે કહ્યું કે નાના રોકાણકારોને રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં રોકાણ કરવા માટે સલામત માર્ગ મળ્યો છે. તે જ સમયે, લોકપાલ યોજનાના બેંકિંગ ક્ષેત્રના ગ્રાહકોની દરેક ફરિયાદની સમસ્યાનું નિરાકરણ સમયસર અને કોઈપણ મુશ્કેલી વિના કરવામાં આવશે.