શોધખોળ કરો

Bhavnagar: મહુવામાં પતિ પત્નીએ એક સાથે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

ભાવનગર: મહુવાના નુતન નગર વિસ્તારમાં પતિ પત્નીએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શુક્રવારે બપોર બાદ પોતાના ઘરે જ આપઘાત કરી મોતને વહાલું કરતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

ભાવનગર: મહુવાના નુતન નગર વિસ્તારમાં પતિ પત્નીએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શુક્રવારે બપોર બાદ પોતાના ઘરે જ આપઘાત કરી મોતને વહાલું કરતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચાર પાંચ મહિના પહેલા પાંચ વર્ષનો પુત્ર ખુરશી પરથી પડી જતા મૃત્યુ પામ્યો હતો, જેનો આઘાત લાગી જતા બંને પતિ-પત્નીએ જીવન ટૂંકાવી મોતને વાલુ કર્યું. પતિ પત્નીએ બંનેએ જોડે પંખા સાથે દોરડું બાંધી લટકાઈ જઈ જીવન ટૂંકાવ્યું. ઘટના બાદ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી જઇ પી.એમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

એરફોર્સમાં ફરજ બજાવતા ગુજરાતના યુવાનનું મોત

ગીર સોમનાથ: એરફોર્સમાં ફરજ બજાવતા કોડીનારના દુદાના ગામના યુવાનનું મોત થતા અરેરાટી મચી છે. પ્રાથમિક રીતે સુસાઇડ કર્યાનું વાત સામે આવી છે. બંદુકની ગોળી જાતે જ ગળાના ભાગે ધરબી હોવાનું બહાર આવ્યું છે. ઇંગ્લિશમાં લખેલી એક સુસાઇડ નોટ પણ વહેતી થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભૂખ ન લાગવી અને ઊંઘ ન આવતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવી છે. જો કે, સમગ્ર હકીકત પીએમ રિપોર્ટ અને તપાસ બાદ જ બહાર આવશે.

આ અંગે વિગતે વાત કરીએ તો, અવાડીમા એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા 22 વર્ષીય યુવકે બુધવારે સાંજે ફરજ પર હતા ત્યારે કથિત રીતે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, તે નારાજ હતો કારણ કે તેને એરફોર્સમાં ઓફિસર બનવાની પરીક્ષાની તૈયારી માટે સમય ન મળ્યો. મૃતકની ઓળખ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના વતની નીરવ ચૌહાણ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નીરવ ચૌહાણે 21 ઓગસ્ટના રોજ તેની તાલીમ પૂર્ણ કરી હતી અને ત્યારથી તે અવાડીના એરફોર્સ સ્ટેશનમાં પોસ્ટેડ છે.

પોલીસે જણાવ્યું કે, નીરવને બુધવારે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સુરક્ષાની વિગતો પર તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ નીરવે તેની પાસે જે સર્વિસ હથિયાર હતું તે લઈ લીધું હતું અને પોતાને ગોળી મારી દીધી હતી. ગોળીબારનો અવાજ સાંભળીને ફરજ પરના અન્ય કર્મચારીઓ તેને બચાવવા દોડી ગયા અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

મુથિયાલપેટ પોલીસે માહિતી પર મૃતદેહને કબજે કર્યો અને તેને શબપરીક્ષણ માટે કિલપૌક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. નીરવ ચૌહાણ દ્વારા આત્યંતિક પગલું ભરવા પાછળ અન્ય કોઈ કારણો છે કે કેમ તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.

Gujarat Election : ચૂંટણી લડવા હવે યુથ કોંગ્રેસ મેદાન, 3 સિટિંગ ધારાસભ્યોની બેઠકો પર કર્યો દાવો, ખેંચતાણ થવાની સંભાવના

Ahmedabad Metro : PM મોદી મેટ્રો ફેઝ-1ના રૂટનું કરશે લોકાર્પણ, હવે 40 કિ.મી.ના રૂટ પર દોડશે મેટ્રો

Vipul Chaudhary Arrest : વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતી કાલે દિયોદર બંધનું એલાન

Gujarat Election : કોંગ્રેસે માછીમાર મતદારોને આકર્ષવા શું કરી મોટી જાહેરાત? જાણો સંપૂર્ણ વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
Embed widget