Bhavnagar: પાલીતાણા મંદિર વિવાદને લઈને અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્યો વચ્ચે ચાલેલી લાંબી બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય
ભાવનગર: આજે અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ મહત્વની મીટીંગ યોજાઇ હતી. બે કલાકથી જેટલો સમય આ બેઠક ચાલી હતી.
ભાવનગર: આજે અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ મહત્વની મીટીંગ યોજાઇ હતી. બે કલાકથી જેટલો સમય આ બેઠક ચાલી હતી. જે બાદ આસ્થાના સૌથી મોટા કેન્દ્ર પર સાધુ સંતો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી નીલકંઠ મહાદેવના મંદિર પર વિધિવત રીતે પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ સનાતનની સાધુ સંતો દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરનો સંપૂર્ણ વહીવટ કલેકટર દ્વારા કરવામાં આવે અને ત્યાં પૂજારી પણ મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જૈન આચાર્યો અને સાધુ સંતો દ્વારા મંદિર વિવાદને લઈ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુખદ અંત લાવવા માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. જૈન સમાજ તરફથી ભાઈ મહારાજ, અને નિત્યાનંદસુરી મહારાજ, ઉદયકિર્તી મહારાજ સહિત જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો બીજી તરફ હિન્દૂ સમાજના પણ મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા હતા.
બેઠકમાં હાજર હિન્દૂ સમાજના સંતો
૧. મહા મંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિહરાનંદ ભરતી બાપુ, ભારતી આશ્રમ, જૂનાગઢ
૨. થાનાપતી મહંત શ્રી મહાદેવ ગિરિ બાપુ અવધુત આશ્રમ જૂનાગઢ
૩. થાણાપતિ મહંત શ્રી બુદ્ધ ગિરિ બાપુ, જૂનાગઢ
૪. મહંત શ્રીકનૈયા ગિરિ બાપુ ધારેશ્વર, મહાદેવ આશ્રમ
૫. મહંત શ્રી અમૃતગિરિ બાપુ
૬. થાનાપતિ મહંત શ્રી લહેરગીરી બાપુ ગૌધામ ગુરુદત્તાત્રેય આશ્રમ, કોટિયા
૭. મહંત શ્રી ભારદ્વાર ગિરિ બાપુ સિદ્ધગણેશ આશ્રમ, મોટા ખૂટવડા
૮. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રમજુ બાપુ અંબિકા આશ્રમ, સાંગાણા
૯. થાનાપતિ મહંત શ્રી વિક્રમ ગિરિ બાપુ, ઘેલા સોમનાથ
૧૦. મહંત શ્રી ધરમદાસજી બાપુ રણજીત હનુમાન આશ્રમ
૧૧. મહંત શ્રી શિવચેતનગીરી બાપુ યોગાશ્રમ ગૌશાળા, મહુવા
૧૨. મહંત શ્રી ભક્તિ ગિરીજી માતાજી સંસ્યાસ આશ્રમ દામનગર
૧૩. પરમહંસ સ્વામી શરણાનંદ બાપુ શાન્તિ નિકેતન આશ્રમ નાની રજાસ્થળી
૧૪. પી.પી સ્વામી સ્વામીનારાયણ મંદિર, ગઢડા.
૧૫. પુ.હિંમતબાપુ ગોંડલીયા.
૧૬.પુ.ગોવતમ બાપુ ગોંડલીયા.
રાધનપુર નગરપાલિકા પ્રમુખ સામે લાગ્યો બાળ મજૂરી કરાવવાનો આરોપ
રાધનપુર: નગરપાલિકા પ્રમુખ મહેશ અદા સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. પાલિકા પ્રમુખની શેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં કામ કરતા રાજસ્થાનના શ્રમિકને ફેક્ટરીની અંદર બંધક બનાવી સમયસર ભોજન ન આપી માનસિક ત્રાસ આપી, બાળ મજૂરી કરાવવા બાબતે અદા ઓઇલ ફેક્ટરીના માલિક મહેશ અદા, સુપર વાઈઝર તેમજ મજુર લાવનાર ઠેકેદાર એમ કુલ ત્રણ લોકો સામે રાજસ્થાનના ચૌરાશી ખાતે ફરિયાદ નોંધાઈ છે અને તે અનુંસંધાને રાધનપુર પોલીસ મથકે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાધનપુર પાલિકા પ્રમુખ મહેશ અદાની સેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં બાળ મજૂરોને બંધક બનાવી ફેક્ટરીમાં બાળ મજૂરી કરાવતા હોવાનો ગંભીર આક્ષેપો થયાં છે. આઠ /નવ માસ પહેલા ફેક્ટરીમાં કામ કરતા 16 વર્ષીય સંગીરનો હાથ કપાઈ જવાની ઘટના બની હતી. જે અંગે મોડે મોડે રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદ અનુસાર ઘટના એવી છે કે રાધનપુર પાલિકા પ્રમુખની શેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં ફરિયાદીનો મોટો દીકરો અનિલ ત્યાં નોકરી કરતો હતો અને તેના નાના ભાઈ કપિલને લેવા ફેક્ટરીમાં જતા ફેક્ટરીના માલિક મહેશ અદાએ કામ જલ્દી કર તો તારા ભાઈને રજા મળશે અને તું પણ કામે લાગીજા.
આમ આ દરમિયાન કામ કરતી વખતે ફેક્ટરીમાં રહેલ મશીનમાં 16 વર્ષીય અનિલનો હાથ કપાઈ ગયો હતો. જેથી તે સમયે તેને તાત્કાલિક રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા ત્યારે આ સમયે ફેક્ટરીના માલિક દ્વારા ફરિયાદ ન નોંધાવવા તેમજ વળતર આપવાની હૈયાધારણા આપી હતી પરંતુ સમય જતા કોઈ વળતર ના આપતાં બાળકોના પિતા દ્વારા રાજસ્થાનના ડુંગરપૂર જિલ્લાલના ચૌરાશિ પોલીસ મથકે ફેક્ટરીના માલિક મહેશ અદા, સુપરવાઈઝર અને મજુર લાવનાર ઠેકેદાર સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં ઉલ્લેખ છેકે કે અદા ઓઇલ ફેક્ટરીના માલિક તેમજ સુપરવાઈજર મારા બાળકોને બંધક બનાવી બાળ મજૂરી કરાવતા હતા અને ડરાવી ધમાકાવી ઓવર ટાઈમ કરાવતા હતા.
ફરિયાદ બાબતે રાધનપુર પોલીસ મથકના પીઆઈએ નિવેદન આપતાં કહ્યું કે, અદા ફકેટરી મિલના માલિક મહેશ અદા એમની ફેક્ટરી મિલમાં રાજસ્થાનની બહારથી મજૂરો લાવી બાળ મજૂરી કરાવતા અને ભોજન ન આપતાં એવી ફરિયાદ રાજસ્થાનના ડુંગરપુર ખાતે ફરિયાદ આપી જે જીરો નમ્બરથી અહીંયા આપતાં જીરો નમ્બર અહીંયા દાખલ કરી અને આક્ષેપો વાળી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં મહેશ અદા ફેક્ટરીના માલિક, પપ્પુ ચૌધરી સુપર વાઈઝર, અને ઠેકેદાર શારદાબેન ત્રણના વિરુધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાં ફરિયાદીનો દીકરો 14 વર્ષની ઉમર બતાવેલ છે જે બાબતે બાળ મજૂરીની તપાસ કરવાની બાકી છે.
રાધનપુર પાલિકા પ્રમુખ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ વિશે મહેશ અદાને પૂછતાં તેમને નિવેદન આપતાં કહ્યું કે મારાં પર જે આરોપો લાગ્યા છે કે, હું બાળ મજૂરોને બંધક બનાવી ઓવર ટાઈમ મજૂરી કરાવતો હતો એ ખોટું છે. મારે એટલું મોટુ કામ પણ નથી જેથી મારે મજૂરો જોડે ઓવરટાઈમ કામ કરાવવું જોઈએ અને મજૂરોનો એક મહિનાનો ઠેકો હોય છે જે થકેદારો દ્વારા જ મજૂરોને લાવી કામ કરાવતા હોય છે. જોકે ઠેકેદાર અને મજુરનો પર્સનલ વિવાદ હોવાના કારણે મને પણ કંપનીનો માલિક હોવાથી ફરિયાદમાં સામેલ કર્યો છે. મને ખોટી રીતે હેરાન અને બદનામ કરવામાં માટે આવું કર્યું છે. રાધનપુરની અદા ફેકટરીમાં શ્રમ કરતો બાળ મજુર એક માત્ર ભોગ બનનાર બાળક નથી. આવા કિસ્સા તો જેતે ફેક્ટરીના માલિક, મજૂરો લાવતા ઠેકેદારો અને સુપરવાઈઝરો દ્વારા ઓછું વેતન આપવું પડે તે માટે સમગ્ર રાજ્યમાં અસંખ્ય બનતા હોય છે અને જેનો ભોગ બાળમજૂરો તેમનું કિંમતી બાળપણનો ભોગ આપીને ભોગવે છે.