Bhavnagar: ભાવનગરમાં હીરાના કારખાનામાં રત્નકલાકારે આપઘાત કરી લેતા ખળભળાટ
ભાવનગર: શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. કપિલેશ કોમ્પ્લેક્સના ચોથા માળેથી આ રત્નકલાકારે પડતું મૂક્યું હતું.
ભાવનગર: શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. કપિલેશ કોમ્પ્લેક્સના ચોથા માળેથી આ રત્નકલાકારે પડતું મૂક્યું હતું. સુનિલ મકવાણા નામના રત્નકલાકારે કોઈ કારણોસર આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાને લઈ 108 અને સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. હાલ ડી.ડિવિઝન પોલીસ દ્વારા આત્મહત્યાના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના પંડોલ વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખુની ખેલ
સુરત શહેરના પંડોળમાં વહેલી સવારે આઠ હુમલાખોરો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,જેમાં બે યુવકોની ઘાતકી હત્યા થઈ ગઈ છે, અને અન્ય બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. દારૂના અડ્ડા પર ડબલ મર્ડરની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતુ.
સુરત શહેરના પંડોળ ખાતે ગઈકાલે મોડી રાત્રે જુની અદાવતમાં આઠ યુવકો દ્વારા કરવામાં આવેલા હિચકારા હુમલામાં બેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગેની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. એક સપ્તાહ પૂર્વે થયેલી બબાલને પગલે બે યુવકોની ઘાતકી હત્યાને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની સાથે ચાર હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર યુવકો નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ પંડોળના અટલજી નગરમાં રહેતા મનોજ નાયક અને કૈલાશ તેમજ રહેમત નગરમાં રહેતા પરવલ્લી અને રાજુ ઠાકોર નામક યુવકો સવારે 3.30 કલાકના સુમારે ઘર પાસે બેઠા હતા. આ દરમ્યાન આઠેક જેટલા ઈસમો ઘાતકી હથિયારો સાથે ઘટના સ્થળે ગયા હતા. જ્યાં હુમલાખોરો દ્વારા પરવલ્લી, મનોજ નાયક, રાજુ ઠાકોર અને કૈલાશ પર હુમલો કરતાં પરવલ્લી અને રાજુ ઠાકોર ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
બીજી તરફ રાજુ અને કૈલાશ ત્યાંથી નાસી છૂટ્યા બાદ હુમલાખોરોએ તેઓનો પીછો કરીને રહેમત નગર ખાતે આ યુવકોને ઝડપી લીધા હતા. જ્યાં રાજુ અને કૈલાશને પેટ અને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતાં આ બન્ને યુવકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વહેલી સવારે સર્જાયેલા હિચકારા હુમલાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.