(Source: ECI/ABP News/ABP Majha)
ભાવનગરઃ ભાજપના નેતાના ઘરેથી સવા પાંચ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ભાવનગરના સિહોરનું સણોસરા ગામમાં ભાજપના નેતાના જ ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો
ભાવનગરના સિહોરનું સણોસરા ગામમાં ભાજપના નેતાના જ ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે માહિતીના આધારે સિહોર તાલુકા ભાજપ બક્ષી પંચ સેલના પૂર્વ પ્રમુખના ઘરે દરોડા પાડ્યા હતા અને સવા 5 લાખ રૂપિયાનો વિદેશી દારૂની 90 પેટી જપ્ત કરી હતી. ભાજપના આગેવાન અને બુટલેગર બાવચંદભાઈ બે ટર્મ સુધી સરપંચ પણ રહી ચુક્યા છે.
માહિતીના આધારે પોલીસે ભાજપ આગેવાન બાવચંદભાઈ કોળીના ઘરે દરોડો પાડ્યા હતા. ત્યારે તેમના ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો જેની કિંમત 5 લાખ, 19 હજાર જેટલી થાય છે. પોલીસે ભાજપ આગેવાનના ઘરમાંથી 90 પેટી દારૂ ઝડપ્યો હતો. જેમાં 1 હજાર, 78 વિદેશી દારૂની બોટલ હતી.
આરોપી બાવચંદભાઈ સણોસરા ગામનો બે ટર્મ સરપંચ રહી ચૂક્યો છે. સાથે જ શિહોર તાલુકા ભાજપ બક્ષીપંચ સેલનો પ્રમુખ પણ રહી ચૂક્યો છે. ભાજપનો આગેવાન જ બૂટલેગર નીકળતાં ભાવનગર જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે.
ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની કોણે કરી માંગ
ગાંધીનગરઃ રાજસ્થાનની જેમ રાજ્યમાં પણ જૂની પેંશન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓમાં માગ ઉઠી રહી છે. ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોશિયેશને આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. કર્મચારીઓએ માંગણી કરી હતી કે ગુજરાતમાં પણ નવી પેશન યોજના સ્થાને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે. રાજ્યો માટે વૈકલ્પિક વ્યવસ્થા અનુસાર સ્વેચ્છાએ નવી પેન્શન યોજના અપનાવી શકે છે. પણ અન્ય રાજ્યોએ જેવા કે પશ્ચિમ બંગાળમાં જૂની પેન્શન યોજના હજુ અમલમાં છે. રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ બજેટમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરે તેવી માંગણી કર્મચારીઓએ કરી હતી.
એક્ટ્રેસનો બૉલ્ડ અંદાજ, કપડાં ઉતારીને કેમેરાની સામે આવી ગઇ આ હૉટ એક્ટ્રેસ, ટૉપલેસ તસવીર વાયરલ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર