Bhavnagar: કેનેડામાં ગુમ ભાવનગરના યુવકનો મળ્યો મૃતદેહ, આવતીકાલે કરાશે અંતિમસંસ્કાર
મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે
મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ગત છ, મેના રોજ આયુષ ગુમ થયો હતો હવે તેની લાશ મળી આવી છે. મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકેની ફરજ બજાવે છે. મૃતક આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી York યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો
દિવસો બાદ હવે આયૂષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મૃતકના આયુષના પિતા રમેશભાઈ ડાખરા ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. આયુષ ઘરે ના આવતા સાથે રહેતા મિત્રોએ પોલીસને જાણ કરી હતી. ટોરન્ટો પોલીસે મિસીંગ રિપોર્ટ ફાઇલ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં ટોરન્ટોના એક બ્રિજ પાસેથી આયુષનો મૃતદેહ મળી આવ્યો હતો. સાત, મેના રોજ ટોરન્ટો પોલીસને મૃતદેહ મળ્યો હતો. આજે રાત્રે 3 વાગે અમદાવાદ એરપોર્ટ પર મૃતદેહને કેનેડાથી લાવવામા આવશે. આવતીકાલે સવારે 10 વાગ્યે ભાવનગર ખાતે આયુષની અંતિમવિધિ કરાશે.
ટોરન્ટોના પોલીસ સર્વિસ 55 ડિવિઝન પોલીસમા આયુષ ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. આયુષ ટોરન્ટોના લોરેન્સ એવન્યુ વેસ્ટમા રહેતો હતો. આયુષ ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરીને કોમ્પ્યૂટર ઈજનેરનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. આયુષે ડિગ્રી અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કેનેડામા કરી રહ્યો હતો અને કોલેજના છ મહીના બાકી હતા.
Botad:બોટાદમાં તળાવમાં ડૂબી જતા 5 યુવાનોના મોતથી અરેરાટી
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતા પાંચ યુવાનોના મોત થયા છે. નાહવા પડેલા યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. નાહવા પડેલા યુવાનોને બચાવવા ગયેલ ત્રણ યુવાનોના પણ ડૂબી જતાં મોત થયા હતા. તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢી છે. બોટાદ પોલીસ તેમજ પ્રાંત અધિકારી સહીતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયરવિભાગની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. આવતીકાલથી ગરમી ઓછી થવાની આગાહી કરી છે. મોચાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ આપ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.
આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. આગામી પાંચ દિવસ બેથી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે