Bhavnagar: ડમી ઉમેદવાર કાંડમાં વધુ 3 આરોપી પકડાયા, કુલ આંકડો 50એ પહોંચ્યો
ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો 50ને પાર કરી દીધો છે. આજે આ ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.
Bhavnagar: ભાવનગરમાંથી પ્રકાશમાં આવેલા ડમી ઉમેદવાર કાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે, પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, આ આરોપી પકડાયા બાદ કુલ આરોપીનો આંકડો 50ને પાર પહોંચી ગયો છે.
ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો 50ને પાર કરી દીધો છે. આજે આ ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ડમી ઉમેદવાર કાંડમાં એક સગીર સહિત 3 આરોપીઓ પકડાયા છે.
ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી 36 આરોપીઓના નામ જોગ નોંધાયેલી ફરિયાદમાંથી એક આરોપી અને અન્ય 2 તપાસમાં ખુલેલા આરોપીઓ મળી કુલ આંકડો 50એ પહોંચ્યો છે. 36 આરોપી વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળી કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ભાવનગર પોલીસે ડમીકાંડમાં વધુ ત્રણ આરોપીને પકડ્યા, જાણો
(૧) આરોપી, જયદીપ ભદ્રેશભાઈ ધાધલ્યા, ઉ. વ.૨૮ રહે. કમીનીયાનગર ભાવનગર.
(૨) આરોપી, ઋષિત અરવિંદભાઈ બારૈયા, ઉ. વ.18 રહે. પીપરલા.
આ આરોપી સગીર છે માત્ર જાણ માટે નામ છે (૩) કાયદાના સંદર્ભમાં આવેલા કિશોર ઉ. વ. ૧૭ વર્ષની છે.
Bhavnagar: ડમી કાંડની ફરિયાદને એક માસથી વધુ સમય વિત્યો -
ગુજરાતમાં ભાવનગરમાં સામે આવેલું ડમી કાંડ પ્રકરણ આજે રાજ્યમાં ટૉક ઓફ ધ ટાઉન વિષય બની ચૂક્યો છે, ડમી ઉમેદવાર કાંડને લઇને નોંધાયેલી ફરિયાદને આજે એક માસથી વધુનો સમય પૂર્ણ થઇ ચૂક્યો છે. છતાં પોલીસ તમામ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.
એક માસ પહેલા ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડમી ઉમેદવાર કાંડની ફરિયાદ મુજબ, 22 આરોપીઓ હતા અને તપાસ દરમ્યાન 21 આરોપીઓના નામ ખુલ્યા હતા, આમ 43 લોકોની કરવામાં ધરપકડ કરવામાં આવી છે. આ તમામ 42 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે. જોકે, ડમી કાંડ મુદ્દે હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આજે ડમી કાંડ મામલે નોંધાયેલી ફરિયાદને એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે છતાં પોલીસ હજુ પણ 15 આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.