શોધખોળ કરો

Bhavnagar: નાયક અવતારમાં જોવા મળ્યા ભાવનગર કમિશનર, ગેરકાયદે દબાણો દૂર કરી બોલાવ્યો સપાટો

ભાવનગર: નાયક ફિલ્મની માફક ભાવનગર કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુદ હાજર રહીને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે.

ભાવનગર: નાયક ફિલ્મની માફક ભાવનગર કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુદ હાજર રહીને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે. દાયકાઓથી ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જેને એક ઝટકામાં હટાવી જાહેર જનતા માટે રોડ રસ્તા ખુલા કરી દેવામાં આવ્યા છે. કોઈની પણ શેહ શરમ વગર પોતાની ફરજ નિભાવતા મનપાના કમિશ્નર પબ્લીક માટે એક પ્રમાણિક અધિકારી બની ગયા છે.

મનમાં કામ કરવાનું દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ કામ પોસિબલ હોય છે. આ સંકલ્પ સાથે ભાવનગર મનપાના કમિશનર એન.વી ઉપાધ્યાય દ્વારા ધડાધડ પબ્લિક માટે નિર્ણય લઈ રહ્યા છે. જેના કારણે તેઓ ભાવનગરના મોટાભાગના દબાણ હટાવી લેવામાં સફળ થયા છે. છેલ્લા 15 દિવસમાં શહેરમાં 200થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવી લેવામાં આવ્યા છે. જોકે કમિશનર દ્વારા શહેરના રોડ રસ્તા પર રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે 50થી વધુ ફરિયાદ દાખલ કરી તે રાજ્યમાં પ્રથમ વખત કહી શકાય છે. આ સાથે જ રખડતા ઢોરને પણ ઢોર ડબ્બે પુરી ત્રાસ દૂર કર્યો છે, ત્યારબાદ ગેરકાયદેસર દબાણોની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં કમિશનર દ્વારા વહેલી સવારથી જ અધિકારીના કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં પોચીને મનપાનું જીસીબી દબાણ હટાવી રહ્યું છે.

ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ બંદોબસ્ત વગર સાંઢિયાવાડ જેવા વિસ્તારમાં એક દસકા કરતા વધું સમય બાદ ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવાની ઝુંબેશ મોટાપાયે થયેલી જોવા મળી હતી. ભાવનગર શહેરમાં કમિશનર સવારે વહેલા 7 વાગે નીકળ્યાં હતાં અને લઘુમતી સમાજના સાંઢિયાવાડ વિસ્તારમાં ખુરશી નાખીને બપોર સુધી બેસીને અધધધ દબાણો હટાવ્યા હતાં. આ સાથે જ બોરતળાવ, નીલમબાગ, વાઘાવાડી રોડ, મેન બજાર, પીરછલા વિસ્તાર, સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા ગેરકાયદેસર દબાણોને તાકી દે હટાવી લેવામાં આવ્યા છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હવે ખુલ્લા રોડ પર ચાલી શકશે. આ સાથે જ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેર જનતાના હિત માટે કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ મનપાને ગેરકાયદેસર દબાણની જાણ કરશે તો તે દબાણ તાકીદે હટાવી લેવામાં આવશે મનપાના કમિશનર દ્વારા થઈ રહેલ કાર્યવાહીને લઈ ભાવનગર હવે દબાણ મુક્ત બનશે.

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કમિશનર વહેલી સવારમાં કોઈપણ એક વિસ્તારમાં વોકિંગમાં નીકળે છે. વોકિંગ દરમિયાન રસ્તા ઉપરની સફાઈ દબાણો અને રસ્તાઓ દરેક પ્રકારનું નિરીક્ષણ કરે છે. જે વિસ્તારમાં વોકિંગમાં હોય ત્યાં દબાણ, રસ્તા, સાફસફાઈનો પ્રશ્ન નજરે પડે એટલે સવારે 5, 6, 7 કોઈપણ કલાકે અધિકારીઓને એક કોલ કરીને બોલાવે છે, વિવિધ વિસ્તારોમાં સમગ્ર તંત્રને કામે લગાવે છે તેમણે ફાયર વિભાગ, જીઈબી વિભાગ, એસ્ટેટ વિભાગ તેમજ સોલીડ વેસ્ટ વિભાગ બોલાવીને આજે દબાણ, સાફ-સફાઈના કાર્યો હાથ ઉપર લીધા હતાં. આસપાસના દબાણકર્તાઓની અનેક રજૂઆત બાદ પણ કમિશનર ટસના મશ થયા નહીં દબાણ હટાવ કામગીરી ચાલી ત્યાં સુધી અધિકારીઓને સાથે રાખી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા અને સાફસફાઈ કરવામાં આવી હતી, દબાણ હટાવવા માટે 2 જેસીબી, 1 ક્રેઇન, 5 ટ્રક 7 ટ્રેકટર અને 30 થી 35 મહાનગરપાલિકાનો સ્ટાફ કામે લાગ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
Embed widget