શોધખોળ કરો

Swine Flu: ભાવનગરમાં સ્વાઇન ફ્લૂનો પગપેસારો, જાણો કેવા હોય છે લક્ષણ

સ્વાઈન ફ્લૂના પોઝિટિવ આવેલા યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુવકના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

Bhavnagar News: ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે.  ભાવનગરમાં સ્વાઈન ફ્લૂએ પગ પેસારો કર્યો છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ભાવનગર શહેરના શિવનગર તળાજા રોડ પર રહેતા 33 વર્ષીય યુવક સ્વાઇન ફ્લૂના ભરડામાં આવ્યો છે. આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થયું છે. સ્વાઈન ફ્લૂના પોઝિટિવ આવેલા યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુવકના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

શું છે સ્વાઇન ફ્લૂના લક્ષણો?

સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ઝાડા, ઉબકા કે ઉલટી, વહેતું નાક વગેરેનો સમાવેશ થાય છે. જો ગંભીર હોય તો, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, ઓક્સિજનની અછત, છાતીમાં દુખાવો, સતત ચક્કર, ભારે નબળાઈ વગેરે જોવા મળે છે. વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો શ્વાસ લેવામાં પરેશાની પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ, વારંવાર ઉલટી થવી અચાનક ચક્કર આવવા સહિતના જોવા મળે છે.

આ કેસમાં દર્દીનું થઈ શકે છે મોત

સ્વાઇન ફ્લૂ જેવા જ લક્ષણો કોરોના વાયરસના છે. જેમાં  શરદી, ખાંસીથી શરૃઆત થાય, ગળામાં બળતરા થાય, શ્વાસ ચઢે, છાતીમાં દુઃખાવો, તાવ આવવો જેવા લક્ષણો જવો મળે છે. સ્વાઇન ફ્લૂની પ્રમાણે કોરોના વાઇરસના દર્દીના પણ ગળા અને નાકના સ્વેબના સેમ્પલ લેવામાં આવે છે. જે પ્રમાણે તકલીફ હોય તે મુજબ સારવાર આપવામાં આવે છે. આ વાયરસ ફેફસા પર અસર કરે છે. બાદમાં ફેંફસા નબળા થવાથી તે દર્દીનું મોત થવાની શક્યતા રહેતી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

આ પણ વાંચોઃ

દેશમાં ફરી કોરોનાએ પકડી સ્પીડ, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો કેટલા કેસ નોંધાયા

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે વીરપુર જલારામ મંદિર તરફથી શું કરવામાં આવી મોટી જાહેરાત?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતKarjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશેOpposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
દેશની સૌથી પ્રિય બાઇક Honda Shineની કિંમત વધી,જાણો લેટેસ્ટ પ્રાઈઝ
દેશની સૌથી પ્રિય બાઇક Honda Shineની કિંમત વધી,જાણો લેટેસ્ટ પ્રાઈઝ
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Health Tips: આ લીલા શાકભાજીથી યુરિક એસિડ થશે સાફ, જાણી લો નામ
Health Tips: આ લીલા શાકભાજીથી યુરિક એસિડ થશે સાફ, જાણી લો નામ
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
Embed widget