(Source: ECI/ABP News/ABP Majha)
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે વીરપુર જલારામ મંદિર તરફથી શું કરવામાં આવી મોટી જાહેરાત?
આજથી ત્રણ વર્ષ પહેલાં પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ અયોધ્યામાં શ્રી રામ મંદીરના ટ્રસ્ટીઓ સાથે વાત કર હતી.
Virpur Jalaram Temple: 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે અહી આવનારા તામામ દર્શનાર્થીઓને 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ વિરપુર જલારામ મંદિર તરફથી મોહનથાળનો પ્રસાદ આપવામાં આવશે.
જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો ના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા કોણ ભૂલી શકે. આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમીમાં મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ અયોધ્યામાં શ્રી રામ મંદીરના ટ્રસ્ટીઓ સાથે વાત કર હતી. 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વપ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્ર્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મદિરમાં શ્રી રામ લલ્લા ને જે સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે.
વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓએ એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા વીરપુર પૂજ્ય જલાબાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી હતી. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદીરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાનશ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ મહોનથાળનો પ્રસાદ આપવામાં આવશે.પૂજ્ય જલારામ બાપાના પરિવારજન એવા પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવ્યું હતુ કે વિરપુર થી 50 થી 60 સ્વંયમ સેવકોની ટિમ 2 જાન્યુઆરીના રોજ અયોઘ્યા જવા રવાના થશે અને તે સ્વયંમ સેવકો અયોઘ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવીને 22 અને 23 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મોહનથાળના પ્રસાદનું વિતરણ કરશે.
ભગવાન શ્રીરામ માટે સાસરી મિથિલાથી આવશે આ ખાસ ભેટ, પ્રાણ-પ્રતિષ્ઠામાં લાગશે ચાર ચાંદ
કેનેડાના પીઆર મેળવવાનું સપનું જોવો છો, પહેલા વાંચી લો આ આંખ ઉઘાડતો કિસ્સો