Morari Bapu Wife Passes Away: કથાકાર મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન, 75 વર્ષે લીધા અંતિમ શ્વાસ
Morari Bapu Wife Passes Away: નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા

Morari Bapu Wife Passes Away: ગુજરાતના જાણીતા કથાકાર મોરારિ બાપુના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે, આજે સવારે સમાચાર મળી રહ્યાં છે કે તેમના ધર્મપત્નીનું નિધન થઇ ગયુ છે. મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું આજે સવારે નિધન થયું છે. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
જાણીતા કથાકાર મોરારિ બાપુને લઇને માઠા સમાચાર સામે આવ્યા છે, મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થઇ ગયુ છે. આજે સવારે મહુવાના તલગાજરડાના નિવાસસ્થાને તેમનું નિધન થયું છે. તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરાશે, મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
વિગતો મુજબ મોરારીબાપુના પત્ની નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીની અંતિમવિધિ તલગાજરડા મુકામે યોજવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોકે નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. મોરારીબાપુના ધર્મ પત્નીએ નર્મદાબેને 75 વર્ષે દેહ છોડ્યો. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે.
મોરારિબાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા હતા. એમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પેહલા તેઓ પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકાર કરી લેતાં હતાં, પણ ધન ઘણું વધુ આવતા તેમણે 1977થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું હતું. બાપુ તલગાજરાથી મહુઆ તે પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતાં. પાંચ મીલના રસ્તામાં તેઓ રામાયણની ચોપાઈ યાદ કરતાં હતા. તેમને રોજની 5 ચોપાઈ પ્રતિદિન યાદ કરતા હતા. આ નિયમના લીધે ધીરે ધીરે રામાયણ કંઠસ્થ થઈ ગઈ હતી. આ સાથે સાથે તેમની રૂચિ પણ વધતી ગઈ.





















