શોધખોળ કરો

Bhavnagar: ભાવનગર SOG એ બાતમીના આધારે નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો

એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સીમાં મોટાપાયે કોડેઈન નામની કફ સીરપનો ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે.  

ભાવનગર: ભાવનગરમાંથી યુવાધનને બરબાદ કરતા કોડેઈન કફ સિરપનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલ ડીલરને ત્યાં ડોક્ટરની મંજૂરી વગર કફ સિરપની બોટલો વેચીને ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો.  જોકે આ મેડિકલ એજન્સીથી માત્ર એક કિલોમીટરના અંતરે ભરતનગર પોલીસ સ્ટેશન આવેલું છે.  જે હવે શંકાના દાયરામાં ઘેરાયું છે.  કારણ કે શહેરમાં બેફામ કફ સિરપની બોટલોનું વેચાણ પોલીસના નાક નીચે વધી રહ્યું છે. 

ભાવનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સીમાં મોટાપાયે કોડેઈન નામની કફ સિરપનો ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે.  જોકે આ કફ સિરપની બોટલથી ભાવનગરના યુવાઓ નશાના રવાડે ચડ્યા છે તે પણ સત્ય છે. પરંતુ આ કફ સિરપની બોટલ યુવાનો માટે ઘાતક સાબિત થઈ રહી છે તે નકારી શકાય નહીં.  તાજેતરમાં ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જેમકે આણંદ નગર વિસ્તાર, કુંભારવાડા વિસ્તાર, કરચલીયા પરા, આડોડિયા વાસ, ચિત્રા સહિતના પાન મસાલાની દુકાનો પર પણ આસાનીથી ઉપલબ્ધ થાય તેવી કોડેઈન કફ સિરપની બોટલનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.  મેડિકલ શોપ અને દુકાનદારો માત્ર 150 રૂપિયાનું કમિશન મેળવવા માટે આ પ્રકારના નશાકારક કફ સિરપની બોટલ વેચીને યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે. 

ભાવનગરના મેડિકલ એજન્સી સ્ટોર પરથી જે જથ્થો મળ્યો છે તેમાં ભાવનગર એસઓજી પોલીસ અને અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  એજન્સી શોપમાંથી કુલ 579 100 mlની કફ સિરપની બોટલો મળી આવી છે, જેમની કુલ કિંમત 86,850 થાય છે.  આ એજન્સી સ્ટોર પરથી દિલીપ ધોલેતર નામનો વ્યક્તિ છૂટકમાં કફ સીરપની બોટલો વેચીને ગોરખ ધંધો ચલાવતો હતો. હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ મેડિકલ એજન્સી સ્ટોરને સીલ મારવામાં આવ્યો છે તેમજ આ વ્યક્તિની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

હાલ તો ભાવનગર પોલીસ દ્વારા આ મેડિકલ સ્ટોરને સીલ મારી દેવામાં આવ્યું છે. આ નશાકારક સિરપ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર કેસને લઈ ભાવનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget