શોધખોળ કરો

Bhavnagar: હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત, એકને ઉંઘમાં જ આવી ગયો હૃદયરોગનો હુમલો

રાજ્યમાં હાર્ટએટેકનો કહેર યથાવત છે. 24 કલાકમાં કુલ 5 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે.

Bhavnagar: રાજ્યમાં હાર્ટએટેકનો કહેર યથાવત છે. ભાવનગર શહેરમાં હાર્ટ અટેક ના કારણે વધુ બે લોકોના મોત થયા છે. જગદીશભાઈ જાદવ (ઉં.વ 40) અને લક્ષ્મણદાસ આસવાણી (ઉં.વ.58) નું હાર્ટ અટેક આવવાના કારણે મોત થયું છે. લક્ષ્મણદાસ નામના વ્યક્તિ રાત્રે ઉંઘી ગયા બાદ સવારે ઉઠ્યા જ નહોતા, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે હાર્ટ અટેકના કારણે મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.

સુરતમાં ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

સુરતમાં વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સુરતના વરાછામાં રહેતા મહેશ ખાંભર નામના 43 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કન્ટ્રક્શન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા યુવકને અગાઉ પણ હાર્ટ અટેક આવ્યો હતો.

અમરોલીમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવામાં માતમ છવાઈ ગયો હતો. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો, જે બાદ સંજયને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરતના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.

રાજ્યમાં હાર્ટએટેકથી થઈ રહેલા મોતને લઈ રાજ્ય સરકાર આ મામલે એક્શનમાં આવી છે. સરકારે તાત્કાલિક ધોરણે નિષ્ણાંત ડોક્ટરો સાથે ચર્ચા કરીને હાર્ટ એટેક આવવાનું કારણ શોધવા એક કમિટીની રચના કરી છે. જેમાં યુએન મહેતા તથા ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકનું કારણ શોધવા નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવવામાં આવ્યાં છે. આ કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા ડોક્ટરો દ્વારા યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું અને તેનાથી મોત કેમ થઈ રહ્યાં છે તે અંગેનું એનાલિસિસ કરશે.

Surat Mass Suicide Case: મનીષ સોલંકી તાંત્રિક વિધિના રવાડે ચડી ગયો હતો?

ભારત-ઈંગ્લેન્ડ વન ડે મેચમાં ધોનીના નામે છે સૌથી વધુ રન, ટોપ-5માં તમામ ભારતીય બેટ્સમેનો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget