શોધખોળ કરો
IND vs ENG, World Cup 2023: ભારત-ઈંગ્લેન્ડ વન ડે મેચમાં ધોનીના નામે છે સૌથી વધુ રન, ટોપ-5માં તમામ ભારતીય બેટ્સમેનો
IND vs ENG ODIs Stats: વર્લ્ડ કપ 2023માં રવિવારે 29 ઓક્ટોબરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા જાણી લો બંને ટીમના ODI ઈતિહાસમાં પાંચ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કોણ છે.

ફાઈલ તસવીર
1/5

ભારત-ઈંગ્લેન્ડ વનડે મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. ધોનીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 48 મેચની 44 ઈનિંગમાં કુલ 1546 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની બેટિંગ એવરેજ 46.84 અને સ્ટ્રાઈક રેટ 87.94 હતી.
2/5

યુવરાજ સિંહ ભારત-ઈંગ્લેન્ડ ODI મેચમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. યુવીએ ઈંગ્લેન્ડ સામે 37 મેચની 36 ઈનિંગમાં 1523 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ સામે યુવરાજની બેટિંગ એવરેજ 50.76 અને સ્ટ્રાઇક રેટ 101.60 હતી. તેણે ઈંગ્લેન્ડ સામે 4 સદી પણ ફટકારી છે.
3/5

આ યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ત્રીજા નંબરે છે. સચિને ઈંગ્લેન્ડ સામે 37 મેચની 37 ઈનિંગ્સમાં 44.09ની એવરેજ અને 89.20ની સ્ટ્રાઈક રેટથી 1455 રન બનાવ્યા હતા.
4/5

અહીં ચોથું સ્થાન વિરાટ કોહલીનું છે. કોહલીએ અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે 35 મેચની 35 ઈનિંગમાં 43.22ની એવરેજ અને 88.68ની સ્ટ્રાઈક રેટથી 1340 રન બનાવ્યા છે.
5/5

પાંચમા ક્રમે સુરેશ રૈના છે. રૈનાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 37 મેચની 32 ઈનિંગમાં 41.62ની એવરેજ અને 92.06ની સ્ટ્રાઈક રેટથી 1207 રન બનાવ્યા હતા.
Published at : 29 Oct 2023 08:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
