ગુજરાતમાં કોરાનાના કારણે ક્યા શહેરની યુવતીનું મોત ? સુરતના સંબંધી દ્વારા ચેપ લાગ્યાની આશંકા
ભાવનગરમાં કોરોનાથી વધુ એકનું મોત થતાં ગુજરાત માટે કોરોના ચિંતાનો વિષય બન્યો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે કોરોનાવાયરસના કારણે મોતને ભેટનારાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. સોમવારે સવારે ગુજરાતમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાથી વધુ એકનું મોત થતાં ગુજરાત માટે કોરોના ચિંતાનો વિષય બન્યો છે.
ભાવનગર જિલ્લાના જૈસરનાં મોટાખુટવડા ગામની 45 વર્ષની યુવતીનું કોરોનાવાયરસના કારણે મોત થયું છે. આ સાથે ભાવનગરમાં મોતનો આંક 2 પરલ પહોંચ્યો છે. આ યુવતીને સુરતથી પોતાના સંબંધી દ્વારા ચેપ લાગ્યાની આશંકા છે. સોમવારે વહેલી સવારે યુવતીનું મૃત્યુ થતાં ભાવવગરમાં પાંચ પોઝિટિવ કેસ પૈકી એકનું મોત નિપજતાં ગુજરાતમાં અત્યાર સુધી મોતનો આંક 6 પર પહોંચ્યો છે.




















