Gujarat Assembly Election 2022: Taarak Mehta Ka Ooltah Chashmahની આ એક્ટ્રેસે ક્યાંથી માંગી ભાજપની ટિકિટ
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે
Gujarat Assembly Election 2022: આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક માટે નિરીક્ષકોએ ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ બેઠક માટે ધારાસભ્ય વિભાવરી બેન દવેને રિપીટ કરવા ટેકેદારો માંગ કરી રહ્યા છે.
એટલું જ નહી આ બેઠક માટે ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ આરતી જોશીએ પણ ભાજપની ટિકિટની માંગ કરી હતી. આરતી જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકી છે. તે સિવાય તેણે વેબ સિરીઝ 'દલ્લા' (Dalla) માં પણ જોવા મળી હતી, જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ સાથે અભિનેત્રી ફિલ્મ ‘સંજુ’ અને નરેન્દ્ર મોદી બાયોપિકમાં જોવા મળી હતી.
તે સિવાય પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરિયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, રાજુ ઉપાધ્યાય, કોળી સમાજમાંથી ગીતાબેન મેર, ધવલ દવે, બ્રહ્મ સમાજના આગેવાન નીતિન ભટ્ટ સહિતનાઓએ ભાવનગર પૂર્વ બેઠક માટે ટિકિટ માંગી હતી.
Gujarat Election 2022 : શંકર ચૌધરીએ ઉત્તર ગુજરાતની કઈ બેઠક પરથી નોંધાવી દાવેદારી?
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આજે બનાસકાંઠાની વાવ બેઠક પર દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી 3 નેતાઓએ દાવેદારી નોંધાવી છે, જેમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો પણ સમાવેશ થાય છે.
પ્રદેશના નિરીક્ષકો દ્વારા બનાસકાંઠાની 2 વિધાનસભાના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ લેવાઈ
વાવ વિધાનસભા...7
1...શંકરભાઈ ભાઈ ચૌધરી
2...ગજેન્દ્રસિંહ રાણા
3..પથુજી ઠાકોર
વાવ માં પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી સહિત અન્ય બે લોકોએ નોંધાવી દાવેદારી
દાંતા વિધાનસભાઃ દાંતા વિધાનસભા ઉમેદવારોનો રાફડો, 17 લોકોએ દાવેદારી નોંધાવી
1..નરેશ રાણા
2..અમરાભાઇ ડામોર
3..ભોજાભાઇ તરાલ
4... .હેમરાજ રાણા
5...માંલજી કોદરવી
6..મોતીભાઈ બુંબડિયા
7..સ્વરૂપ રાણા
8....નિલેશ બુમ્બડીયા
9..લાધુ પારગી
10..માંધુ રાણા
11..આશાબેન ભીલ
12..રવિન્દ્ર ગમાર
13..લક્ષ્મણભાઈ ડુંગશીયા
14..નવા ભાઈ કોદરવી
15..લાલજી સોલંકી
16..લાડુ ભાઈ ભગોરા
17....માના ભાઈ વોશિયા
Gujarat Election 2022 : અમરેલીની સાવરકુંડલા બેઠક પર ભાજપમાંથી 16 લોકોએ નોંધાવી દાવેદારી, વાંચો આખું લિસ્ટ
Gujarat Election 2022 : અમરેલીની સાવરકુંડલા વિધાનસભા બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. સાવરકુંડલા વિધાનસભા માટે સૌથી વધુ 16 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. પ્રથમ સાવરકુંડલા બેઠકના દાવેદારો માટે ભાજપનાં નિરીક્ષકોએ સેન્સ લીધી હતી. 3 પૂર્વ ધારાસભ્યો સહિત 16 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.
પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, પૂર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા, સહિતના પૂર્વ ધારાસભ્યો દાવેદારી કરી. 16 દાવેદારી નોંધવાનારા ઇચ્છુકોમાં નામવલી જોઇએ તો સુરેશ પાનસૂરીયા, વિપુલ દુધાત, ભીખુભાઈ ધરાજીયા,કાળુભાઇ વિરાણી, દીપક માલાણી, વી.વી.વઘાસિયા, કમલેશ કાનાણી, પુનાભાઈ ગજેરા, પ્રવીણ સાવજ, હનુભાભા ધોરાજીયા, પરાગ ત્રિવેદી સહિતના દાવેદારો છે.