શોધખોળ કરો
Advertisement
ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. ભાવનગરના શિહોરમાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ભાવનગર: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. ભાવનગરના શિહોરમાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી રાજ્યના 8 તાલુકામાં એક મીમીથી 56 મીમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ શિહોરમાં એક ઇંચ વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.
ે
ભાવનગર જિલ્લાના શિહોરમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેતીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. વરસાદ પડવાના કારણે સોસાયટીમાં પાણી ભરાયા છે. ભાવનગર જિલ્લાના સોનગઢ સણોસરા સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. સોનગઢના ગ્રામ્ય પંથક પણ વરસાદ નોંધાયો છે. સણોસરા, જીથરી અમરગઢ, પીપરલા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.
ભાવનગરમાં અચાનક પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભાવનગરમાં માર્કેટ યાર્ડમાં રહેલા ખેડૂતોની 10 હજાર મગફળીની ગુણી પલળી ગઈ છે. ખેડૂતોનો આરોપ છે કે 18 હજાર ગુણીની આવક થતા તેને રાખવા માટે શેડ નહીં હોવાથી નુકસાન થયું છે. આ તરફ ખેડૂતોના ઉભા પાકને પણ ભારે નુક્સાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement