શોધખોળ કરો

Bhavnagar Rain: પાલીતાણામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ

ભાવનગરના પાલીતાણામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  સતત પાંચમાં દિવસે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગર: ભાવનગરના પાલીતાણામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  સતત પાંચમાં દિવસે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. સતત વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  અવિરત વરસાદ વરસવાથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ યથાવત છે. 

ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્યમાં વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.  ખાંભાના ભૂંડણી,  બારમણ, નાના બારમણ, ત્રાકુડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે. 

વરસાદ પડતાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  આજે પણ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે.  

આગામી સાત દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસા (Monsoon)ને લઈને હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.

આજે (18 જૂન):

  • જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ (Rain)ની શક્યતા છે.

19મી જૂન:

  • ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ (Rain) થવાની શક્યતા છે.
  • જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ (Rain) થઈ શકે છે.

20મી અને 21મી જૂન:

  • વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ (Rain) થવાની શક્યતા છે.
  • જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ (Rain) થવાની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટાRajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
Embed widget