Bhavnagar: આ મંદિર નજીક યુવકની લોહી લુહાણ હાલતમાં મળી લાશ, હત્યાની આશંકા
ભાવનગર: ઉમરાળા-ધોળા વચ્ચે મેલડી માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ વાતની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવક કોણ છે તે અંગે તપાસ હાથ ધરી છે.
ભાવનગર: ઉમરાળા-ધોળા વચ્ચે મેલડી માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ વાતની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવક કોણ છે અને ક્યાં રહે છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાનની જે સ્થિતિમાં લાશ મળી આવી છે તેને લઈ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. યુવકને માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. ઉમરાળા પોલીસ દ્વારા અજાણ્યા યુવકની લાશને સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાજોરા ગામમાં એક જ પરિવારના 12 સભ્યોને ફુડ પોઇઝનિંગ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાજોરા ગામમાં એક જ પરિવારના 12 સભ્યોને ફુડ પોઇઝનિંગ થયું છે. મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના વાવકુલ્લી ફળિયાના એક જ પરિવારના 12 સભ્યોને ફુડ પોઇઝનિંગની અસર થઇ હતી, જે બાદ તમામને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
ભજીયા ખાધા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગ
ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના વાવકુલ્લી ફળિયાના રહીશ રમણભાઇ ભીખાભાઈના ઘરે મેહમાન આવ્યાં હતાં. ઘરે મહેમાન આવતા તેમના જમણવારમાં ભજીયા બનાવ્યાં હતા. આ ભજીયા મહેમાન સહિત ઘરના અન્ય સભ્યોએ આરોગતા તમામને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હતી. ભજીયા ખાધા બાદ એક કલાક વીત્યા બાદ તમામ ને ગભરામણ અને ઉલ્ટી-ઝાડાની એક સાથે ફરિયાદ ઉઠતા તાત્કાલિક નજીકના ખાનગી દવાખાને લઈ જવાયા હતા. પરંતુ ફૂડ પોઇઝનિંગની અસર જણાતા તમામ ને 108 એમ્બયુલેન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માંટે ખસેડવામાં આવ્યાં હતા.
12 લોકોમાંથી એકની હાલત ગંભીર
ખોરાકી ઝેરની અસર થતા એક બાળકી સહિત 12 જેટલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન એક વ્યક્તિની હાલત ગંભીર જણાઈ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ખોરાકી ઝેરની અસર પામેલા અન્ય તમામ લોકોને સમયસર સારવાર મળતા તમામની હાલતમાં સુધાર જોવા મળ્યો હતો.
મહેસાણામાંથી 30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા SOG પોલીસને મોટી સફળતા મળી છે. મહેસાણા જિલ્લાના વડું મથક ઊંઝા શહેરમાંથી પોલીસે 30 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનોની ધરપકડ કરી છે. ભૂરારામ ગોદારા અને અન્ય એક સગીર વયનો બાળક સાથે મળી ઊંઝા શહેરમાં MD ડ્રગ્સઉ વેચાણ કરતા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવી મહેસાણા અને પાટણ જિલ્લામાં સપ્લાય કરતાં હતા.