શોધખોળ કરો

Bhavnagar dummy candidate case: ડમીકાંડના મુખ્ય આરોપી રમણિક જાનીની કરાઈ ધરપકડ, નવ મહિનાથી હતો ફરાર

રમણિક જાનીની ધરપકડ થતા આગામી દિવસોમાં નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે

ભાવનગરઃ ગુજરાતના સૌથી મોટા વ્યાપક ડમી ઉમેદવાર કાંડમાં મુખ્ય આરોપી  રમણિક જાનીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત રમણિક જાની ઉપર ભૂતકાળમાં પણ સરકારી નોકરીની લાલચ આપી ખોટા નિમંણૂક પત્ર બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાની ભરતનગરમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ રમણિક જાની છેલ્લા 9 મહિનાથી ફરાર હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રમણિક જાની મૂળ સિહોર તાલુકાના રબારીકા ગામનો રહેવાસી છે. રમણિક જાનીની ધરપકડ થતા આગામી દિવસોમાં નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.

Bhavnagar: પ્રાથમિક શાળામાં લાખો રુપિયાનું કૌભાંડ,જવાબ અધિકારીઓ સામે કાર્યવાહી ન થતા ઉઠ્યા સવાલો

ભાવનગર: અનેક કૌભાંડોમાં ઘેરાયેલા ભાવનગરમાં હવે એક નવું સરકારી શાળાનું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. વાત પાલીતાણા તાલુકાની છે કે જ્યાં 10 થી વધુ પ્રાથમિક શાળામાં સરકારની વિવિધ યોજનામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત આપવામાં આવતી ગ્રાન્ટમાં લાખો રૂપિયાની ઉચાપત બહાર આવી છે. 2018 થી 2020 દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં પણ સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સરકાર શાળાઓને અપગ્રેડ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધા પૂરી પાડી શકે તે માટે વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપતી હોય છે જેમાં પાલીતાણા તાલુકામાં આવેલી અનેક ગ્રામ્ય કક્ષાની શાળામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગ ના બદલે બારોબાર લાખો રૂપિયા ખવાઈ ચૂક્યા છે. જોકે આ સમગ્ર નેટવર્ક બહાર લાવનાર પણ પાલીતાણા તાલુકાના સરકારી શાળાના આચાર્ય છે જેમને સરકારને પત્ર લખીને આ બાબતે જાણ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું છે. 

જેમાં ગંભીર આક્ષેપો લગાવતા આચાર્યએ જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકાની 18 પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં સરકારની ગ્રાન્ટ એસટીપી વર્ગ, સીઝનલ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશનની યોજનાના નામે વાપરવાના હતા પરંતુ આ ગ્રાન્ટમાંથી લાખો રૂપિયા બારોબાર ખવાય ગયા છે. જે સરકારના તપાસમાં પણ ખુલી ચૂક્યું છે આમ છતાં ભાવનગરના અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી. જોકે સરકારના રૂપિયાની ઉચાપદ બહાર આવ્યા બાદ ભાવનગરના ડીડીઓ દ્વારા ફરિયાદ કરવાના બદલે એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

પાલીતાણા તાલુકાની 18 શાળામાં કૌભાંડ થયા હોવાની માહિતી સરકારી શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવી હતી પરંતુ તેમાં ત્રણ વર્ષની તપાસમાં માત્ર દસ શાળાની તપાસ કરવામાં આવી છે. આ તપાસ ભાવનગરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી જેનો રિપોર્ટ પણ ગાંધીનગર સુપ્રત કરવામાં આવ્યો છે. જેમાં પાલીતાણા તાલુકાની વીરપુર પ્રાથમિક શાળા,સગાપરા પ્રા શાળા,લુવારવાવ પ્રા શાળા,ઝવેરચંદ મેઘાણી પ્રા શાળા, સ્વામી વિવેકાનંદ પ્રા શાળા, જામવાળી-1 પ્રા શાળા, આદપુર પ્રા શાળા, જાળિયા કેન્દ્રવર્તી શાળા, દુધાળા પ્રા શાળા, કુંભણ કેન્દ્રવર્તી શાળા માં સરકારી ગ્રાન્ટ નો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સરકારી તપાસ ના રિપોર્ટ માં ખુલાસો કરવામાં આવ્યો છે આ કૌભાંડમાં તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં થતા ભ્રસ્ટાચારમાં સરકારી શાળા ના આચાર્ય, ક્લસ્ટર ના સી.આર.સી, તાલુકાના બી.આર.સી તેમજ શાળા એસ.એમ.સી ની કમિટી ભ્રસ્ટાચારમાં શામીલ હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
Sidhu Moose Wala Brother: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, સામે આવી પહેલી તસવીર, ફેન્સે કહ્યું- 'કિંગ ઈઝ બેક'
Sidhu Moose Wala Brother: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, સામે આવી પહેલી તસવીર, ફેન્સે કહ્યું- 'કિંગ ઈઝ બેક'
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
Embed widget