શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરમાં માતાની નજર સામે જ અઢી વર્ષનું બાળક નદીમાં તણાયું

ભાવનગર: હાલમાં ભાવનગર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે નદી નાળા છલકાયા છે. આ દરમિયાન એક હ્યદયને કંપાવી મુકે તેવી ઘટના સામે આવી છે.  

ભાવનગર: હાલમાં ભાવનગર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે નદી નાળા છલકાયા છે. આ દરમિયાન એક હ્યદયને કંપાવી મુકે તેવી ઘટના સામે આવી છે.  ઉમરાળા તાલુકાના રતનપર ગામે અઢી વર્ષનું બાળક કાળુભાર નદીમાં તણાતા ચકચાર મચી છે. રતનપર ગામમાં ખેતીકામ અર્થે આવેલ છોટા ઉદેપુરના શ્રમિક પરિવારનું બાળક માતાના હાથમાથી છુટી જતા નદીમાં ગરકાવ થયું છે. બાળકનું નામ ભાયાલુ નિલેશભાઈ રાઠવા છે અને તેની ઉંમર અઢી વર્ષ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક તરવૈયાઓની ટીમ વલ્લભીપુરથી રતનપર પહોંચી છે. આ ઉપરાંત ઉમરાળા મામલતદાર અને ઉમરાળા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે.

અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદની એન્ટ્રી 

અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના એસજી રોડ, પ્રહલાદનગર, ઈસ્કોન, આનંદનગર, સેટેલાઈટ  વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. 

સુરેન્દ્રનગરઃ ધોળીધજા ડેમ ૯૯.૧૪% ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહીત ૧૦થી વધુ ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી સહિતના ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઇ. ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાથી ભોગાવો નદીમાં તેનું પાણી આવવાની શક્યતા હોઈ તંત્ર બન્યું સતર્ક. ધોળીધજા ડેમની કુલ ક્ષમતા ૨૦ ફુટ છે જેની સામે હાલ ૧૯.૧૪ ફુટથી વધુ પાણી છે. નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા. પાણીનુ લેવલ મેઇન્ટેન કરવા આેવરફ્લો કરવામાં આવે તેવી શક્યતા.

ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઉપરવાસ તેમજ ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ કરવામાં આવ્યા. રામપરા(રાજ), ખાટડી, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામનાં લોકોને તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર-જવર ન કરવા તાકીદ કરવામાં આવી. હાલ ૦.૧૦ મીટર થી વધુ સપાટીએ ડેમ ઓવરફ્લો થયો.

ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં પાણી સપાટીમાં ફરી એકવાર વધારો થયો. શેત્રુંજી ડેમની સપાટી 31.5 ફૂટે પહોંચી હાલ પાણીની આવક શરૂ. પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં હાલ 10.840 ક્યુસેક પાણીની આવક શરૂ છે. ઉપરવાસમાં પડેલા સારા એવા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. શેત્રુંજી ડેમની સપાટીમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે પાણીનો પ્રવાહ શરૂ થયો. ગત રાત્રિના સમયે સારા વરસાદ થી પાણી નો પ્રવાહ બમણો થયો હતો. શેત્રુંજી ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થતા બે દિવસમાં સપાટીમાં 1.6 ફૂટ જેટલો પાણીનો વધારો થયો. શેત્રુંજી ડેમની હાલ સપાટી 31.5 ફૂટે પહોંચી અને પાણીની આવક શરૂટ

જામનગરના લાલપુર પંથકમાં સતત બીજા દિવસે સવારથીજ વાદળ છાયા વાતાવરણ અને વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ચાર થાંભલા વિસ્તાર ઉમાધામ સોસાયટી ક્રિષ્ના પાર્ક સહકાર પાર્ક શાકમાર્કેટ ચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારોના બાધલા નાનાખડબા વાવડી વિજયપુર સાજડયારી જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ. જામનગર શહેર અને જીલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ. જામનગર શહેર અને ગ્રામીણ પંથકમાં ધીમીધારે શરુ થયો વરસાદ. 

આજે સવારે ૬ કલાકે પૂર્ણ થતા 24 કલાક દરમિયન કાલાવડ અને જોડીયામાં 1 ઇંચ સહીત અન્ય વિસ્તારોમાં ઝાપટાઓ પડ્યા.જામજોધપુર પંથક વહેલી સાવરથીજ વાદળ છાયા વાતાવરણ અને ગાજવીજ સાથે  વરસાદ. તિરૂપતિ સોસાયટી આઝાદ ચોક મિનિબસ સ્ટેન્ડ સુભાષ ચોક લીમડા ચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ. તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં પણ વરસાદી માહોલ. દ્વારકા જિલ્લાનાં ચારેય તાલુકાઓમાં વરસાદની ઇનીગ. ખંભાળિયા ભાણવડ કલ્યાણપુર નાં ભાટિયા અને યાત્રાધામ દ્રારકામાં ધોધમાર. દ્વારકા માં વરસાદ થી રોડ રસ્તાઓ પાણી પાણી. 

ગીર સોમનાથઃ સુત્રાપાડા અને કોડીનાર સહિતના વિસ્તારોમા વરસાદ. ગઈકાલે પણ પડ્યો હતો વરસાદ આજે પણ ધીમીધારે વરસાદનું આગમન. વરસાદ ખેડૂતો માટે કાચા સોના બરાબર. ખેડૂતોના સુકાઈ રહેલા પાકોને નવજીવન મળ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Embed widget