AAPના ગુજરાત નેત્તૃત્વમાં મોટા ફેરફાર, આમ આદમી પાર્ટીમાં 6 કાર્યકારી પ્રમુખની નિમણુક
આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતમાં મોટા ફેરફાર કરાયા છે. તો ઇસુદાન ગઢવીને AAPના પ્રદેશ અધ્યક્ષ, તો ગોપાલ ઇટાલિયાને પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી બનાવાયા છે.
Gujrat AAP : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ AAPના ગુજરાતના નેતૃત્વમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીમાં 6 કાર્યકારી પ્રમુખની નિમણુક કરાઇ છે.
આમ આદમી પાર્ટીમાં 6 કાર્યકારી પ્રમુખની નિમણુક
જેવલ વસરાને બનાવાયા મધ્ય ગુજરાતના કાર્યકારી પ્રમુખ
અલ્પેશ કથિરિયાને બનાવાયા સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ
કૈલાશ ગઢવીને બનાવાયા કચ્છ ઝોનના કાર્યકારી પ્રમુખ
જગમલ વાળાને બનાવાયા AAPના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ
ડો. રમેશ પટેલને બનાવાયા AAPના ઉત્તર ગુજરાત ઝોનના કાર્યકારી પ્રમુખ
ચૈતર વસાવાને બનાવાયા AAPના દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ
તો બીજી તરફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીને જવાબદારી સોંપાઇ છે. તો ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી બનાવાયા છે તેમજ મહારાષ્ટ્રના પ્રભારી બનાવાય છે.
Radiant Cash Management IPO: નવા વર્ષે આઈપીઓ માર્કેટમાં શાનદાર શરૂઆત, રેડિયન્ટ મેનેજમેન્ટનો સ્ટોક 10% પ્રીમિયમ પર લિસ્ટ થયો
જોકે આ આઈપીઓ પૂરો ભરાયો ન હતો જેના કારણે લિસ્ટિંગ નીચું રહેવાની ધારણા હતા જેની સામે આઈપીઓ ઉંચા ભાવે લિસ્ટ થયો છે જેના કારણે રોકાણકારો ફાયદો થયો છે.
23-27 ડિસેમ્બર દરમિયાન ઇશ્યૂ માત્ર 53 ટકા સબસ્ક્રાઇબ થયો હતો, પરંતુ કંપનીએ તેના વેચાણ માટેના ઘટકમાં નોંધપાત્ર ઘટાડો કર્યા બાદ IPO આગળ વધ્યો હતો.
કુલ ઓફરનું કદ ઘટાડીને રૂ. 250.76 કરોડ કરવામાં આવ્યું હતું, જેમાં રૂ. 51.27 કરોડના શેરના નવા ઇશ્યુ અને રૂ. 199.5 કરોડના OFSનો સમાવેશ થાય છે. અગાઉ, IPOનું કદ રૂ. 388 કરોડ હતું, જેમાં રૂ. 60 કરોડનો તાજો ઇશ્યુ અને પ્રમોટર અને રોકાણકાર દ્વારા રૂ. 328 કરોડની ઓફર-ફોર-સેલનો સમાવેશ થતો હતો.
2005 માં સ્થાપિત, રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસ ભારતમાં બેંકો, નાણાકીય સંસ્થાઓ અને સંગઠિત રિટેલ અને ઈ-કોમર્સ કંપનીઓ માટે છૂટક રોકડ વ્યવસ્થાપન સેવાઓ પ્રદાન કરે છે.
તેના મુખ્ય ગ્રાહકો ICICI બેંક, HDFC બેંક, સિટી બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ડોઇશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક અને ધ હોંગકોંગ અને શાંઘાઈ બેંકિંગ કોર્પોરેશન લિમિટેડ છે.
જો આપણે કંપનીના નાણાકીય પરિણામો પર નજર કરીએ તો, 2021-22માં કંપનીની આવક 286.97 કરોડ રૂપિયા હતી, જેના પર 38.21 કરોડ રૂપિયાનો નફો થયો હતો. તે જ સમયે, પ્રથમ નાણાકીય વર્ષ 2020-21માં, 224.16 કરોડ રૂપિયાની આવક હતી, જેના પર 32.43 કરોડ રૂપિયાનો નફો થયો હતો.